14 March, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
PlayLikeMumbai કૅમ્પેઇન (સૌજન્ય: મુંબઈ ઇન્ડિયન્સ ઇન્સ્ટાગ્રામ)
મુંબઈમાં ક્રિકેટ માત્ર રમત નથી, એ એક પૅશન છે! IPL 2025ની સીઝન માટે મુંબઈ ઇન્ડિયન્સે (Mumbai Indians) પોતાનું નવું કૅમ્પેઇન #PlayLikeMumbai લૉન્ચ કર્યું છે, જે મુંબઈ શહેરના જુસ્સા, નીડર સ્વભાવ અને સ્ટ્રીટ-સ્માર્ટ ક્રિકેટ કલ્ચરને ટ્રિબ્યુટ આપે છે. આ કૅમ્પેઇન મુંબઈ અને તેની ટીમ મુંબઈ ઇન્ડિયન્સના સ્વભાવ અને સ્પિરિટને દર્શાવે છે.
#PlayLikeMumbai કૅમ્પેઇન મુંબઈના ગલી ક્રિકેટ કલ્ચર અને સ્ટ્રીટ-સ્માર્ટ સ્વભાવની શૈલીથી ઇન્સ્પાયર્ડ છે. આ કૅમ્પેઇનમાં મુંબઈ ઇન્ડિયન્સના મુખ્ય ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા છે—ગલીના `ભાઇ` (હાર્દિક પંડ્યા), `ભિડુ` (રોહિત શર્મા), `દાદા` (સુર્યકુમાર યાદવ), `બૉસ` (જસપ્રીત બુમરાહ), અને `બંટાય` (તિલક વર્મા)—જે મુંબઈના હંમેશા આગળ વધતા રહેવાના જુસ્સા અને જીતવાની તલપને દર્શાવે છે. મુંબઈની જેમ જ મુંબઈ ઇન્ડિન્સ પણ ફિયરલેસ સ્વભાવ અને કોઇ પણ પડકારનો હિંમતભેર સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. કારણ કે રમત હોય કે જીવન, MI હંમેશા #PlayLikeMumbai જેવો જુસ્સો ધરાવે છે!
જૅકી શ્રૉફ બન્યા `MI સ્પિરિટ કોચ` - ભિડુ, યે તો એકદમ અલગ લેવલ કા મૂવ હૈ!
આ પહેલા ક્યારેય ન થયેલી ઘટના છે કે બૉલીવુડના ઑરિજિનલ `ભિડુ` જૅકી શ્રૉફ મુંબઈ ઇન્ડિયન્સના `સ્પિરિટ કોચ`ના રોલમાં જોવા મળશે. તેની પ્રખ્યાત `બમ્બૈયા સ્ટાઇલ` અને દળદાર ડાયલૉગ્સ દ્વારા જૅકી શ્રૉફ MI પલટનને પ્રેરણા આપશે અને આખી સીઝન દરમિયાન #PlayLikeMumbai કૅમ્પેઇન દ્વારા મુંબઈની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે.
શુદ્ધ બમ્બૈયા સ્ટાઈલનું રૅપ ઍન્થમ - કોઇ શક્ક?
આ કૅમ્પેઇન એક એનર્જેટિક રૅપ ઍન્થમ સાથે જીવંત બનશે, જેમાં મુંબઈના જ વૉઇસિસ—શ્રુષ્ટિ તાવડે, સંબાતા અને કામ ભારી—જોડાયાં છે. આ હાઇ-એનર્જી ટ્રૅક સ્ટ્રીટ-કલ્ચરની સાચી ઓળખને કૅપ્ચર કરે છે, જે સ્ટ્રીટ ક્રિકેટના જુસ્સાને MI ટીમ સાથે જોડે છે. કારણ કે મુંબઈમાં ક્રિકેટ રમાતી નથી, જીવાય છે! જૅકીના હિટ ડાયલૉગ્સથી લઈને સ્ટ્રીટ-ક્રિકેટની વાર્તાઓ અને પડદા પાછળની મસ્તી સુધી, #PlayLikeMumbai માત્ર એક કૅમ્પેઇન નથી, તે એક મૂવમેન્ટ છે, જે મુંબઈની અસલ, નીડર ઉર્જાને સીધી પલ્ટન સુધી લાવે છે. રમત હોય કે જીવન, MI હંમેશા #PlayLikeMumbaiને ફૉલો કરે છે!
તાજેતરમાં જ પાંચ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે આગામી નવી સીઝન માટે પોતાની નવી જર્સી લૉન્ચ કરી છે. ફ્રૅન્ચાઇઝીએ શૅર કરેલા વીડિયોમાં કૅપ્ટન હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ અને તિલક વર્મા નવી જર્સી સાથે જોવા મળ્યા હતા. કૅપ્ટન હાર્દિક પંડ્યા આ વીડિયોમાં કહે છે, ‘પ્રિય પલટન, અમે જાણીએ છીએ કે આપણી છેલ્લી સીઝન ભૂલવા જેવી હતી, પણ હવે એક નવી સીઝન આપણી સામે છે અને બધું યોગ્ય કરવાની તક છે. ૨૦૨૫ આપણા વારસાને પાછો લાવવાનો અવસર છે, જ્યાં એ આપણા (રંગ) બ્લુ અને ગોલ્ડ સાથે છે. અમે મુંબઈની જેમ રમવા માટે મેદાન પર ઊતરીશું. આ ફક્ત અમારી જર્સી નથી, એ તમને એક વચન છે. ચાલો વાનખેડે (સ્ટેડિયમ) પર મળીએ.’