Mumbai Local Trains: મુંબઈની બધી જ લોકલ ટ્રેનો એર કન્ડિશન્ડ થઈ જશે તો ટિકિટના ભાવ પણ વધી જશે?

14 August, 2026 12:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Local Trains: વર્ષ ૨૦૨૯ સુધીમાં મુંબઈની તમામ સબર્બન લોકલ ટ્રેનોને વાતાનુકૂલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મુંબઈ માટે કુલ ૨૩૮ નવી AC લોકલ ટ્રેનને મંજૂર કરવામાં આવી છે.

ફાઇલ તસવીર

મુંબઈની લાઈફલાઇન એટલે અહીંની લોકલ ટ્રેનો (Mumbai Local Trains). રોજ લાખો લોકો મુંબઈની લોકલમાં પ્રવાસ કરે છે. મુંબઈમાં લોકોની ભીડ એટલી વધી ગઈ છે કે લોકો લોકલમાં બહાર લટકીને પણ પ્રવાસ કરવા મજબૂર બને છે. ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે. આવા અકસ્માતો રોકવા માટે હવે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુંબઈ લોકલ ટ્રેનને એકદમ મેટ્રો જેવી હાઈટેક અને સુવિધાજનક કરવાનો નિર્ણય લેવાયો છે. અત્યારે મુંબઈમાં સામાન્ય અને એસીવાળી એમ બે પ્રકારની ટ્રેનો દોડે છે. પરંતુ વર્ષ ૨૦૨૯ સુધીમાં મુંબઈની તમામ સબર્બન લોકલ ટ્રેનોને વાતાનુકૂલિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મુંબઈ માટે કુલ ૨૩૮ નવી AC લોકલ ટ્રેનને મંજૂર કરવામાં આવી છે. 

હવે આ નિર્ણયથી મુંબઈગરાઓને આનંદ તો આવ્યો હતો અને રાહત પણ અનુભવાઈ હતી. પરંતુ સાથે એક પ્રશ્ન એ પણ સતાવવા લાગ્યો હતો કે જો સેકન્ડ ક્લાસની લોકલ પણ એર કન્ડિશન્ડ (Mumbai Local Trains) કરવામાં આવશે તો શું તેના ટિકિટના રેટ્સ પણ વધી જશે? તો રિપોર્ટ્સ પ્રમાણે સામાન્ય જનતાના ખિસ્સા પર બોજો ન પડે એ માટે સેકન્ડ ક્લાસના ટિકિટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવવાનો નથી.

મુખ્યમંત્રી ફડણવીસે તાજેતરમાં નવી દિલ્હી ખાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ પણ યોજી હતી. આ બેઠક બાદ રેલવે મંત્રીએ મુંબઈ માટેની તમામ નવી AC લોકલનું (Mumbai Local Trains) પ્રોડક્શન પૂરઝડપે શરૂ કરી દેવામાં આવશે. આ હાઈટેક લોકલ ટ્રેનના કોચ એ જ ફેક્ટરીઓમાં તૈયાર કરવામાં આવી રહ્યા છે જ્યાં દેશની જાણીતી `વંદે ભારત એક્સપ્રેસ` ટ્રેનોનું પ્રોડક્શન થઈ રહ્યું છે. તો હવે ટૂંક જ મુંબઈગરાઓને એકદમ મેટ્રો જેવી જ સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક મુસાફરી આપનારી લોકલ ટ્રેનોની સોગાદ મળી જવાની છે.

આખરે ક્યારે આવશે આ હાઈટેક લોકલ ટ્રેનો?

પહેલાના પ્રોડક્શન રેટ મુજબ એવું હતું કે આ ટ્રેનો મેળવવામાં ૨૦૩૦ આવી જશે એવું માનવામાં આવતું હતું, પરંતુ હવે જ્યારે મુંબઈની આ નવી હાઇટેક લોકલ ટ્રેનો માટે કેન્દ્ર સરકાર પણ પ્રયાસ કરી રહી હોવાથી ટ્રેનો તૈયાર કરવાની પ્રક્રિયામાં વેગ આવી ગયો છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ ૨૦૨૭માં ફર્સ્ટ AC લોકલ ટ્રેન મુંબઈકર્સ માટે આવી જશે. આ સાથે જ વર્ષ ૨૦૨૯-૩૦માં બધી જ ૨૩૮ AC ટ્રેનોનો કાફલો મુંબઈ લોકલ નેટવર્ક (Mumbai Local Trains)માં એડ કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસે નવી લોકલ ટ્રેનોની પ્રક્રિયા ઝડપી કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મુમઈગરાઓને મેટ્રો-ગુણવત્તાવાળી ઉપનગરીય પરિવહન સુવિધાઓની જરૂર અને તે વિઝન હાંસલ કરવાનો માર્ગ હવે એકદમ મોકળો થઈ ગયો છે.

mumbai news mumbai AC Local mumbai local train mumbai transport devendra fadnavis ashwini vaishnaw maharashtra government maharashtra news maharashtra