મેટ્રો 2B માટે કુર્લા અને તિલકનગર વચ્ચે ટ્રૅકની ઉપર ગર્ડર ગોઠવાયો

28 April, 2026 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહત્ત્વનો માઇલસ્ટોન રવિવારે અચીવ કરવામાં આવ્યો હતો

તસવીર સૌજન્યઃ મિડ-ડે ફોટોગ્રાફર્સ

અંધેરી-વેસ્ટના ડી. એન. નગરથી બાંદરા અને પછી બાંદરા-ઈસ્ટમાં આવીને છેક ચેમ્બુર સુધી દોડનારી મેટ્રો 2B માટેનો એક મહત્ત્વનો માઇલસ્ટોન રવિવારે અચીવ કરવામાં આવ્યો હતો. હાર્બર લાઇન પર કુર્લા અને તિલકનગર સ્ટેશન વચ્ચે રેલવેલાઇનની ઉપરથી પસાર થનારી મેટ્રો 2Bનો હેવી ગર્ડર સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યો હતો. ૫૦૦ ટનની ક્રેન અને અનેક લોકોના ચોકસાઈભર્યા પ્રયાસોથી આ શક્ય બન્યું હતું. 

mumbai metro andheri bandra chembur tilak nagar harbour line mumbai mumbai news mumbai metropolitan region development authority