મેટ્રો 2A, મેટ્રો 7 અને મેટ્રો 9 ફેઝ 1ના સમયમાં ફેરફાર થયો

16 September, 2026 04:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્રણેય મેટ્રો પચીસ સપ્ટેમ્બર સુધી સવારે ૬.૩૦ વાગ્યે શરૂ થશે

મુંબઈ મેટ્રો (સૌજન્ય : મિડ-ડે)

મુંબઈનાં પશ્ચિમ ઉપનગરોના મેટ્રો કૉરિડોર પર મુસાફરી કરતા દૈનિક મુસાફરોએ આગામી ૧૦ દિવસ સુધી સવારના પ્રવાસમાં ફેરફાર કરવો પડશે. મેટ્રો 9ના બીજા ફેઝ કાશીગાંવથી ભાઈંદર-વેસ્ટના સિગ્નલિંગ ઇન્ટિગ્રેશન અને સુરક્ષા-ટ્રાયલ્સ માટે ૧૫ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર દરમ્યાન ૩ લાઇનો પર મેટ્રો સેવાઓ સામાન્ય સમય કરતાં મોડી શરૂ થશે.
મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)ના જણાવ્યા મુજબ મેટ્રો ૨A (દહિસર-અંધેરી વેસ્ટ), મેટ્રો 7 (દહિસર ઈસ્ટ-ગુંદવલી) અને મેટ્રો 9 ફેઝ 1 (દહિસર-ઈસ્ટથી કાશીગાંવ) પર મેટ્રો ટ્રેન સવારે ૬.૩૦ વાગ્યાથી શરૂ થશે.
મૅન્ડેટરી સ્પીડ-ટ્રાયલ્સ માટે ઍડ્વાન્સ્ડ સિગ્નલિંગ સૉફ્ટવેર આવ્યા બાદ આ કામગીરી હાથ ધરાઈ રહી છે. ૩ નવાં સ્ટેશનોને નેટવર્કમાં જોડવા માટે એન્જિનિયરો સૉફ્ટવેર ઇન્ટિગ્રેશન કરશે, જેનું સંચાલન ચારકોપ ડેપોના ઑપરેશન્સ કન્ટ્રોલ સેન્ટર પરથી થશે.

mumbai metro mumbai transport western suburbs mumbai mumbai news news