બે લાખથી વધારે વિદ્યાર્થીઓએ એસએસસીમાં ઍડ‍્મિશન ન લીધું

13 June, 2021 09:21 AM IST  |  Mumbai | Pallavi Smart

કોરોનાવાઇરસની મહામારીએ સંપૂર્ણ વિશ્વની શૈક્ષણિક વ્યવસ્થાને ખોરવી નાખી છે એમાં કોઈ શક નથી. કોરોનાવાઇરસની બીજી લહેર પણ બહુ ઝડપથી આવી હતી. નિષ્ણાતો આ જીવલેણ બીજી લહેર જુલાઈ મહિના સુધીમાં નબળી પડે એવી આશા સેવી રહ્યા છે.

સેલ્ફી લઈ રહેલી સ્કૂલની વિદ્યાર્થીનીઓ

કોરોનાવાઇરસની મહામારીએ સંપૂર્ણ વિશ્વની શૈક્ષણિક વ્યવસ્થાને ખોરવી નાખી છે એમાં કોઈ શક નથી. કોરોનાવાઇરસની બીજી લહેર પણ બહુ ઝડપથી આવી હતી. નિષ્ણાતો આ જીવલેણ બીજી લહેર જુલાઈ મહિના સુધીમાં નબળી પડે એવી આશા સેવી રહ્યા છે. જોકે હજી પણ મહારાષ્ટ્રમાં આ મહામારી સ્ટુડન્ટ્સ માટે ભયાવહ લેખાય છે. 

આ તમામ વાતોમાં મુખ્ય ચિંતાનો વિષય એ છે લગભગ બે લાખ જેટલા સ્ટુડન્ટ્સે શિક્ષણને તિલાંજલિ આપી દીધી એ છે. નવમા ધોરણમાં ૧૯,૩૪,૦૯૪ જેટલા સ્ટુડન્ટ્સે પ્રવેશ લીધો હતો, જેમાંથી ૧૮,૩૧,૩૪૪ સ્ટુડન્ટ્સ પાસ થયા હતા, પરંતુ માત્ર ૧૬,૫૭,૦૦૦ સ્ટુડન્ટ્સે દસમા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે આમાંથી ૫૬,૦૦૦ સ્ટુડન્ટ્સ રિપીટર હતા. આમ  મહામારી દરમ્યાન કુલ ૨,૩૦,૩૪૪ સ્ટુડન્ટ્સે ડ્રૉપ લીધો હોવાનું ફલિત થાય છે.

શૈક્ષણિક ક્ષેત્રની સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરતા સંગઠન સિસ્ટમૅટિક કરેક્શન્સ મૂવમેન્ટ (સિસ્કોમ)એ આ વિશે ચિંતા વ્યક્ત કરીને રાજ્ય સરકારને પણ પત્ર લખી જાણ કરી છે. 

મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ શિક્ષણ છોડી દે એ ચિંતાનો વિષય ગણાવતાં એનજીઓએ આની પાછળ સ્કૂલોની રમત પણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરી હતી. કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં લઈને સરકારે સ્કૂલોને સ્ટુડન્ટ્સને નાપાસ કરવા સામે ચેતવણી આપવા છતાં નવમા ધોરણમાં ૨૪,૦૦૦ સ્ટુડન્ટ્સ નાપાસ થયા હતા. જોકે સરકારના સર્વરમાં ૭૮,૦૦૦ સ્ટુડન્ટ્સનો રેકૉર્ડ નથી. આવામાં શિક્ષણ છોડવા પાછળ મહામારીની અસર છે કે અન્ય કોઈ કારણ છે એ વિચારવા જેવી બાબત છે, એમ સિસ્કોમ દ્વારા શિક્ષણ કમિશનર વિશાલ સોલંકીને લખેલા પત્રમાં જણાવાયું હતું.  

સિસ્કોમના ડિરેક્ટર અને શૈક્ષણિક વિંગનાં વડા વૈશાલી બાફનાનાં જણાવ્યાં મુજબ શાળાના એક વર્ગમાં એક શિક્ષક સામે ૩૫ બાળકોનો રેશિયો જાળવવાનો હોય છે અને આઠમા ધોરણ સુધી કોઈ પણ વિદ્યાર્થીને નાપાસ નથી કરવાનો એવા સમયમાં મહામારીનો લાભ લઈને સ્કૂલોએ વિદ્યાર્થીઓને નાપાસ કર્યા હોઈ શકે છે. 

mumbai news mumbai 10th result pallavi smart maharashtra