25 December, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટનલમાં અકસ્માત થતાં સિમેન્ટ મિક્સરને સીધું કરવું પડકારજનક બન્યું
નાશિક-મુંબઈ સમૃદ્ધિ હાઇવે પર પડઘા ટનલમાં એક સિમેન્ટ મિક્સર ઊંધું વળી ગયું હતું જેને લીધે કલાકો સુધી સમૃદ્ધિ હાઇવે જૅમ રહ્યો હતો. સિમેન્ટ મિક્સર સ્પીડમાં દોડતું હોવાથી કન્ટ્રોલ ગુમાવીને પલટી ખાઈ ગયું હતું અને એને લીધે ટનલ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી. એ પછી અનેક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. હાઇવે ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ સાથે
ટ્રાફિક-પોલીસે ક્લિયરન્સ કામગીરી શરૂ કરી હતી. ઊંધા વળી ગયેલા સિમેન્ટ મિક્સરને દૂર કરવા માટે ટનલની અંદર ત્રણ હાઇડ્રો ક્રેન ઉતારવામાં આવી હતી. મર્યાદિત જગ્યાને કારણે કાર્યવાહી પડકારજનક રહી હતી. કલાકો બાદ સિમેન્ટ મિક્સર હટાવાયું હતું અને ત્યાર બાદ ટ્રાફિક નૉર્મલ થયો હતો.