27 October, 2025 12:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૫૭.૮૪ ગ્રામ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું હતું
મુંબઈ પોલીસની ઝોન ૬ની દેવનાર પોલીસની ટીમે પાંચમી ઑક્ટોબરે એક માણસને ઝડપીને તેની પાસેથી ૫૭.૮૪ ગ્રામ મેફેડ્રોન (MD) જપ્ત કર્યું હતું. એ પછી તે આરોપીની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે અન્ય ૪ આરોપીઓને મીરા રોડમાંથી ઝડપી લેવાયા હતા. એ ૪ આરોપીઓની પૂછપરછમાં નાલાસોપારા પાસે પેલ્હારમાં એક ફૅક્ટરીમાં એ ડ્રગ બનતું હોવાની માહિતી મળી હતી. એથી ગઈ કાલે પેલ્હારની એ ફૅક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ૬૬૭૫ ગ્રામ MD ડ્રગ અને એ બનાવવા માટેનો કાચો માલ અને પ્લાન્ટ મશીનરી એમ કુલ મળીને ૧૩.૩૮ કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી. એ ડ્રગ બનાવનાર અન્ય એક આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.