20 August, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ પોલીસે ૯૩ વર્ષના દરદીને હૉસ્પિટલ પહોંચાડીને જીવ બચાવ્યો
વરસાદે મુંબઈને ધમરોળતાં દરેક રીતે મુંબઈગરાઓએ હાલાકી વેઠવી પડી છે. સતત વરસાદને પગલે કુર્લામાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં એવા સમયે ૯૩ વર્ષના દરદી જેઓ ઑક્સિજન પર હતા તેમની તબિયત બગડતાં પોલીસે તાત્કાલિક તેમને ભાભા હૉસ્પિટલ પહોંચાડીને ફરીથી ઑક્સિજન મળી રહે એની ખાતરી કરી હતી. પોલીસે વડીલનો જીવ બચાવવાની પ્રશંસનીય કામગીરી બજાવી હતી એ ઉપરાંત મુંબઈમાં વરસાદના સંકટના સમયે ફસાયેલાં અનેક વાહનોને હટાવવામાં અને લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં મુંબઈ પોલીસે કરેલી કામગીરીને અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર વખાણી હતી.