09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં દારૂ પીને વાહનો ચલાવવાના કેસમાં છેલ્લાં બે વર્ષમાં વધારો થયો હોવાથી મુંબઈ પોલીસ એવા કેસ ઓછા થાય એ માટે પગલાં લઈ રહી છે. એથી દારૂ પીને વાહન ચલાવતા વાહનચાલકો સામે ક્રિમિનલ કેસ નોંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે વીક-એન્ડમાં શુક્ર, શનિ અને રવિ એમ ત્રણ દિવસ અભિયાન ચલાવ્યું હતું જેમાં બાવીસ વાહનચાલકો સામે ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા હતા. તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ (બીજાના જીવ સામે જોખમ ઊભું કરવું) હેઠળ અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા.