Mumbai Political News: ઉદ્ધવ-રાજના ગઠબંધનને લઈને મોટા સમાચાર- બંને નેતાઓએ કરી મીટિંગ

23 October, 2025 08:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mumbai Political News: ઉદ્ધવ ઠાકરે તેમનાં કાકી અને રાજ ઠકારેનાં માતા મધુવંતી ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે `શિવતીર્થ`ની મુલકાતે ગયા હતા. 

ઠાકરે બંધુઓ

છેલ્લા અમુક સમયથી ફરી એકવાર ઠાકરે બંધુઓના ગઠબંધનની વાતોએ જોર પકડ્યું છે. અવારનવાર ઠાકરેભાઈઓની બંધ બારણે બેઠકો પણ થઇ રહી છે. (Mumbai Political News) આ સાથે જ રાજકીય ચર્ચાઓએ પણ વેગ પકડ્યો છે. સંભવિત ગઠબંધનની વાતો વચ્ચે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ગઈકાલે તેમના પિતરાઇ ભાઇ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેના નિવાસસ્થાને ફરી એકવાર બેઠક યોજી હતી. બન્ને નેતાઓ વચ્ચે થયેલ આ મહિનાની ચોથી બેઠક છે. ગઈકાલે ઉદ્ધવ ઠાકરેની મુલકાત બાબતે સેના (યુબીટી)ના એક પદાધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે તેમનાં કાકી અને રાજ ઠકારેનાં માતા કુંદા ઠાકરેને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવવા માટે `શિવતીર્થ`ની મુલકાતે ગયા હતા. 

પરંતુ તમને સાથે એ જણાવી દઈએ કે પ્રાથમિક શાળાઓમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે રજૂ કરવાના મહારાષ્ટ્ર સરકારના (Mumbai Political News) નિર્ણયનો વિરોધ કરવા માટે જુલાઈમાં ભેગા થયા  બાદ ઠાકરે બંધુઓ વચ્ચેની આ આઠમી વાતચીત હતી. આ બંને નેતાઓ એક સમયે એકબીજાના વિરોધી હતા પણ અચાનક રાજકીય સમીકરણો બદલાઈ જતાં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો વળાંક જોવા મળ્યો છે.

ઠાકરે બંધુઓ અને તેમના પરિવારો હજી તો ગયા જ અઠવાડિયે શિવાજી પાર્ક ખાતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના દ્વારા આયોજિત `દીપોત્સવ` કાર્યક્રમના પ્રસંગે ભેગા થયા (Mumbai Political News) હતા. બંને ભાઈઓમાંથી નાના ભાઈ રાજ ઠાકરેએ ૨૦૦૫માં ઉદ્ધવ પર આરોપ લગાવીને અવિભાજિત શિવસેના છોડી દીધી હતી અને એમએનએસ પક્ષ બનાવ્યો હતો. જોકે, વર્ષ ૨૦૨૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષોને મળેલી હાર બાદ બંને નેતાઓએ કડવાશને કોરાણે મૂકીને પોતાના પક્ષએ ટકાવી રાખવા માટે એક આધાર તરીકે ભેગા થવાનો નિર્ણય લીધો છે.

શિવસેના અને એમએનએસના નેતાઓએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર (Mumbai Political News)માં ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ પહેલાં યોજાનારી ગ્રામીણ અને શહેરી સંસ્થાઓની ચૂંટણી પહેલા બંને પક્ષોનું એક સાથે આવવું હવે માત્ર ઔપચારિકતા છે. હવે જ્યારે થોડાક જ મહિનાઓની અંદર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે ઠાકરે બંધુઓ વચ્ચે થયેલી આ મીટીંગ મહત્વની સાબિત થઇ શકે છે. રાજકીય સમીકરણોની વાત કરવામાં આવે તો ભાજપ મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના પાસેથી સત્તા છીનવી લેવા માંગે છે. ભાજપ આ માટે સતત રાજકીય પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઠાકરે જૂથે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઠાકરે જૂથના મોટાભાગના પૂર્વ કોર્પોરેટર નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા છે. આ સાથે જ આગામી ચૂંટણીઓ માટે રાજ ઠાકરેને મહાયુતિમાંથી પોતાની તરફ લેવા માટેના પણ પ્રયાસો ચાલી રહ્યા છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra maharashtra political crisis political news uddhav thackeray raj thackeray shiv sena maharashtra navnirman sena