બધી જ લોકલ ટ્રેન AC થશે, ભાડું ‍વધારવામાં નહીં આવે

20 July, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈગરાઓ માટે સારા સમાચાર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

મુંબઈગરાઓ માટે સારા સમાચાર છે. ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના મૉન્સૂન સેશનના અંતિમ દિવસે કહ્યું હતું કે ‘મુંબઈની બધી જ લોકલ ટ્રેન ઍર-ક​​ન્ડિશન્ડ (AC) કરવાની વિનંતી રેલવેને કરવામાં આવી છે. એ માટે રેલવેએ પણ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. બીજું, એ લોકલ AC કરવામાં આવશે પણ એના ટિકિટભાડામાં વધારો નહીં કરવામાં આવે. પહેલાં મેટ્રો જેવા કોચ લોકલ ટ્રેનમાં લગાડવામાં આવશે. એમાં AC હોવાને કારણે દરવાજા પણ બંધ કરવામાં આવશે જેના કારણે લોકોના ટ્રેનમાંથી પડી જવાને કારણે થતા અકસ્માત અટકશે. વળી એમાં AC કોચ ભલે લગાડવામાં આવે તો પણ એના ભાડામાં વધારો ન કરાય એવી પણ માગણી રેલવે પાસે કરવામાં આવી છે.’

બીજી કઈ જાહેરાતો કરી મુખ્ય પ્રધાને?

mumbai local train AC Local maharashtra maharashtra government devendra fadnavis mumbai mumbai news western railway central railway