02 August, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા સમયથી મુંબઈમાં વરસાદનું જોર ઓછું થયું છે પણ રાજ્યના અન્ય ભાગમાં તો સારોએવો વરસાદ થઇ રહ્યો છે. મુંબઈવાસીઓએ હવે પાણીની પણ ચિંતા કરવાની જરૂર નથી તેવા અહેવાલો છે. કેમ કે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત લેકમાં આજે રવિવારની સવારે ૬ વાગ્યા સુધીમાં સાર્વત્રિક રીતે 12,89,289 મિલિયન લિટર પાણી જમા (Mumbai Water Stock) થયું હોવાનો રિપોર્ટ મળ્યો છે. મતલબ કે તળાવોમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 89.08 ટકા જેટલું પાણી જમા થયું છે. આ સ્ટૉકની જો ગયા વર્ષના ઓગસ્ટ મહિના સાથે સરખાવીએ તો તે થોડો ઓછો છે, જો કે, વર્ષ ૨૦૨૪ કરતા વધારે સ્ટૉક થયો છે. આમ, હાલમાં મુંબઈમાં વોટર સ્ટોક નેવું ટકાની લગોલગ પહોંચવા આવ્યો છે.
સાત જળાશયોમાંથી મોડક સાગર અને વિહારમાં 100 ટકા, તુલસીમાં 99.66 ટકા અને તાનસામાં 99.46 ટકા પાણીનો સ્ટૉક રહ્યો છે. મધ્ય વૈતરણામાં 91.65 ટકા, અને શહેરના સૌથી મોટા લેક એવા ભાતસામાં 87.14 ટકા, જ્યારે અપર વૈતરણામાં 78.39 ટકા પાણીનો સ્ટૉક (Mumbai Water Stock) છે.
અપર વૈતરણાઃ 1,77,978 મિલિયન લિટર (78.39 ટકા)
મોડક સાગરઃ 1,28,925 મિલિયન લિટર (100 ટકા)
તાનસાઃ 1,44,475 મિલિયન લિટર (99.58 ટકા)
મધ્ય વૈતરણાઃ 1,77,367 મિલિયન લિટર (91.65 ટકા)
ભાતસા-6,24,824 મિલિયન લિટર (87.14 ટકા)
વિહારઃ 27,698 મિલિયન લિટર (100 ટકા)
તુલસીઃ 8,002 મિલિયન લિટર (99.46 ટકા)
અપર વૈતરણાના કેચ્મેન્ટ એરિયામાં સૌથી વધુ વરસાદ નોંધાયો (Mumbai Water Stock) છે. છેલ્લા 24 કલાકમાં તળાવના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેમાં અપર વૈતરણામાં સૌથી વધુ 112 મીમી વરસાદ નોંધાયો હતો. તે ઉપરાંત મધ્ય વૈતરણામાં 66 મીમી, મોડક સાગરમાં 58 મીમી, તુલસીમાં 9 મીમી, તાનસા-માં 25 મીમી, ભાતસામાં 30 મીમી, વિહારમાં 0 મીમી વરસાદ થયો છે.
આ વર્ષના ચોમાસામાં જળાશયોમાં નોંધાયેલો સંચિત વરસાદ આ પ્રમાણે છેઃ
અપર વૈતરણા-2,883 મીમી
મોડક સાગર-2,487 મીમી
તાનસા-2,2257 મીમી
મધ્ય વૈતરણા-2,171 મીમી
ભાતસા-2,129 મીમી
તુલસી-2,927 મીમી
વિહાર-2,135 મીમી
રિપોર્ટ પ્રમાણે ચાર જળાશયો ઓવરફ્લો (Mumbai Water Stock) થઈ રહ્યા છે. વિહાર તળાવ 7 જુલાઈથી ઓવરફ્લો થઈ રહ્યું છે, ત્યારબાદ તુલસી તળાવ થયું હતું. તાનસા ડેમ 22 જુલાઈએ ઓવરફ્લો થવા લાગ્યો હતો, જ્યારે મોડક સાગર ડેમ 23 જુલાઈએ ઓવરફ્લો થવા લાગ્યો હતો. દરમિયાન, હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય વૈતરણા ડબલ્યુ. એસ. સી. પી. ઓ. ગેટ બંધ રહે છે, અને અપર વૈતરણાથી પાણી છોડવાનું 6 જુલાઈથી સ્થગિત કરાયું છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સતત મુશળધાર વરસાદ (Mumbai Water Stock) વરસી રહ્યો છે. કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની એલર્ટ આપી છે. વિદર્ભ અને મરાઠાવાડામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે.