કહેવું પડે આ ગામનું : રોજ વાગે છે મોબાઇલ મૂકીને ભણવા બેસવાનું યાદ કરાવતી સાયરન

29 December, 2025 08:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાયરન વાગતાં જ આખા ગામના વિદ્યાર્થીઓ બે કલાક ફરજિયાત ભણવા બેસી જાય છે

પ્રતીકાત્મક તસવીર

વિદ્યાર્થીઓને ગૅજેટ્સ અને ટીવીની આદત છોડાવીને ભણવામાં વધુ રસ પડે એ માટે બીડ જિલ્લાના પરલી તાલુકામાં આવેલા નાગાપુર ગામમાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. સાંજે ૭ વાગ્યે ગામમાં સાયરન વાગે છે. સાયરન વાગતાં જ ગામના દરેક ઘરમાં ટીવી અને મોબાઇલ ફોન બંધ કરવામાં આવે છે. આ દિનચર્યાના ભાગરૂપે માત્ર કરવા ખાતર જ ફૉલો ન થાય અને વિદ્યાર્થીઓ ખરેખર ભણવા બેસે છે એ વાતની ખાતરી કરવા માટે એક દેખરેખ સમિતિ સરપ્રાઇઝ ચેક પણ કરતી રહે છે.

‘સાયરન બ્લોઝ ફૉર સ્ટડી કૅમ્પેન’ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ગામના વિદ્યાર્થીઓ દરરોજ સાંજે બે કલાક માત્ર સ્ટડી માટે જ ફાળવે છે. આ અભિયાનને પેરન્ટ્સ અને વિદ્યાર્થીઓ બન્ને તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ડેપ્યુટી સરપંચ સંતોષ સોળંકેએ ગામના લોકોને આ પ્રોજેક્ટ માટે પ્રેરણા આપી હતી. આ અભિયાન ખૂબ સરળ છતાં અસરકારક છે.

સંતોષ સોળંકેના જણાવવા મુજબ નાનાં બાળકોમાં આ અભિયાનની નોંધપાત્ર અસર જોવા મળી છે. બાળકો સાયરન વાગતાં જ જાતે જ ભણવા બેસી જાય છે. અમારું લક્ષ્ય અમારા વિદ્યાર્થીઓને રાજ્ય સ્તરની પરીક્ષાઓ માટે તૈયાર કરવાનો અને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાનો છે એમ સંતોષ સોળંકેએ કહ્યું હતું.

mumbai news mumbai beed maharashtra news maharashtra Education