19 March, 2025 04:03 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનસભામાં બોલતા એકનાથ શિંદે.
નાગપુરમાં સોમવારે થયેલા રમખાણનો મુદ્દો ગઈ કાલે વિધાનસભામાં ગાજ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરના રમખાણનો એ-ટુ-ઝેડ ઘટનાક્રમ વિધાનસભામાં કહ્યો હતો. એમાં તેમણે કહ્યું હતું કે ‘મોમિનપુરા મહાલ વિસ્તારમાં ટોળાએ ચોક્કસ ઘરોને નિશાન બનાવીને આગ લગાવી હતી. મોટા પ્રમાણમાં માલમતાનું નુકસાન કર્યું. મોમિનપુરા વિસ્તારમાં મોટા પ્રમાણમાં વાહનો પાર્ક કરવામાં આવે છે, પણ સોમવારે રમખાણ ફાટી નીકળ્યું ત્યારે અહીં એક પણ કાર નહોતી. બાદમાં નિયોજન પદ્ધતિથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ નાનાં બાળકોને પણ નહોતાં છોડ્યાં. આ વિસ્તારમાં એક હૉસ્પિટલ આવેલી છે એના પર પણ હુમલો કરીને દેવી-દેવતાના ફોટોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી પેટ્રોલ બૉમ્બ પણ મળી આવ્યા છે. આ બધું અસામાજિક તત્ત્વોએ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે.’