26 December, 2025 07:49 AM IST | Nanded | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામેલો ખેડૂત પરિવાર
નાંદેડ જિલ્લામાં ગઈ કાલે સવારે એક ખેડૂત પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. પોલીસે આ મામલો સામૂહિક આત્મહત્યા હોવાની શંકા વ્યક્ત કરી હતી. આ પરિવાર મહેનતુ હતો અને નાના પાયે ખેતી કરતો હતો એવી માહિતી મળી હતી, પણ તેમણે આર્થિક તંગીને કારણે જીવન ટૂંકાવ્યું છે કે કેમ એ વિશે કોઈ પાકી માહિતી મળી નહોતી.
એક પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘સવારે ૮ વાગ્યે ૫૧ વર્ષના રમેશ લખે અને તેમની ૪૫ વર્ષની પત્ની રાધાબાઈ લખેના મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યા હતા. તેમના દીકરા ૨૫ વર્ષના ઉમેશ અને ૨૩ વર્ષના બજરંગના મૃતદેહ નજીકની રેલવેલાઇન પર મળી આવ્યા હતા. એ બન્નેએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી હોવાનું જણાય છે. પહેલી નજરે આ સામૂહિક આત્મહત્યાનો કેસ હોવાનું લાગી રહ્યું છે. મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે અને ટેક્નિકલ તપાસ ચાલી રહી છે.’