Nashik: ઊંડા ખાડામાં ફસાઈ ૩૫-૪૦ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ, મોટો અકસ્માત ટળ્યો

22 July, 2026 01:08 PM IST  |  Nashik | Gujarati Mid-day Online Correspondent

Nashik school bus stuck in pothole: નાસિકના ધાત્રક ફાટા વિસ્તારમાં લગભગ ૩૫ થી ૪૦ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહેલી એક સ્કૂલ બસ ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી, સદ્નસીબે જાનહાનિ નહીં

વાયરલ થયેલા વીડિયોમાંથી લીધેલા સ્ક્રિનશોટ

નાસિક (Nashik)ના ધાત્રક ફાટા (Dhatrak Phata) વિસ્તારમાં બુધવારે સવારે ભારે વરસાદને (Maharashtra Rains) કારણે રસ્તો બેસી જતાં લગભગ ૪૦ વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ ઊંડા ખાડામાં ફસાઈ ગઈ હતી. વાયરલ થયેલા વીડિયો (Viral Videos)માં બસનું એક ટાયર કાદવમાં ખૂંપી ગયેલું દેખાય છે, જેના કારણે અંદર બેઠેલા બાળકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોએ કોર્પોરેટર સાથે મળીને બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી.

બુધવારે સવારે નાસિકના ધાત્રક ફાટા વિસ્તારમાં લગભગ ૩૫ થી ૪૦ વિદ્યાર્થીઓને લઈને શાળાએ જઈ રહેલી એક સ્કૂલ બસ ઊંડા ખાડામાં ફસાઈ (Nashik school bus stuck in pothole) જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ દ્રશ્યોમાં બસનો એક છેડો ખાડામાં ખરાબ રીતે ખૂંપી ગયેલો જોવા મળે છે. બસનું ટાયર કાદવમાં ફસાઈ જતાં અંદર બેઠેલા માસૂમ બાળકો ભારે ગભરાટ અને ડરના માહોલમાં જોવા મળ્યા હતા.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં સ્કૂલ બસનો એક ભાગ ઊંડા ખાડામાં ફસાયેલો અને તેનું ટાયર કાદવમાં ખૂંપેલું જોવા મળે છે. ક્ષતિગ્રસ્ત રસ્તા પર બસ અટવાઈ જતાં અંદર બેઠેલા માસૂમ વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને તેઓ ભયભીત થયેલા જોવા મળ્યા હતા.

નાસિકમાં આગલા દિવસથી પડી રહેલા મુસળધાર વરસાદને કારણે રસ્તો બેસી ગયો હતો અને કાદવના કારણે ખાડો દેખાતો બંધ થઈ ગયો હોવાનું માનવામાં આવે છે. ઘટના બાદ સ્થાનિક રહીશોએ કોર્પોરેટર પ્રિયંકા માણેની મદદથી ભારે જહમત ઉઠાવીને બસને ખાડામાંથી બહાર કાઢી હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ પણ વિદ્યાર્થીને ઈજા પહોંચી નથી અને મોટો અકસ્માત ટળ્યો છે.

અહમદનગરમાં સ્કૂલ બસ પલટી જતાં ૧૫ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા

અન્ય એક અલગ ઘટનામાં, થોડા અઠવાડિયા પહેલા અહિલ્યાનગર (Ahilyanagar)માં લગભગ ૫૦ વિદ્યાર્થીઓને લઈને જઈ રહેલી સ્કૂલ બસ પરનો કાબૂ ગુમાવતા બસ પલટી ગઈ હતી, જેમાં આશરે ૧૫ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને નાગરિક સત્તાવાળાઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી હતી.

નાસિકમાં યલો એલર્ટ

નાસિકમાં સતત ચોમાસાની પ્રવૃત્તિ જારી છે અને સમગ્ર વિસ્તારમાં સમયાંતરે ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ નાસિક માટે યલો એલર્ટ જાહેર કરીને રહીશોને છૂટાછવાયા સ્થળોએ મુશળધાર વરસાદની શક્યતા અંગે ચેતવણી આપી છે.

સતત પડી રહેલા વરસાદને કારણે સ્થાનિક ડેમોમાં જળસપાટીમાં સુધારો થયો છે અને ખેતીકામને વેગ મળ્યો છે. જોકે, ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર લપસન થવા અને વાહનવ્યવહારમાં અડચણ ઉભી થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

nashik viral videos monsoon news indian meteorological department maharashtra news maharashtra mumbai mumbai news