09 April, 2025 03:31 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent
વિદ્યાર્થીઓના બૅગમાંથી કૉન્ડમના પેકેટ, છરીઓ, પ્લેઇંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓ મળી (તસવીર સૌજન્ય : મિડ-ડે)
નાશિકમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં ઘોટીની એક શાળામાં ધોરણ 7થી 10માં ભણતા વિદ્યાર્થીઓના બૅગમાંથી કૉન્ડમના પેકેટ, છરીઓ, પ્લેઇંગ કાર્ડ જેવી અનેક વસ્તુઓ મળી આવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
શું કહ્યું પ્રિન્સિપલે?
મીડિયા સાથે વાત કરતાં શાળાના વાઇસ પ્રિન્સિપાલે જણાવ્યું કે નિરીક્ષણ દરમિયાન આ વસ્તુઓ મળી આવી હતી. બાળકોના બૅગમાં મળેલી આ વસ્તુઓ એક જ દિવસે મળી આવી હોય એવું નથી, પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં વિવિધ વિદ્યાર્થીઓની બૅગમાંથી અલગ અલગ વસ્તુઓ મળી આવી છે. વિદ્યાર્થીઓમાં ગુનાહિત વૃત્તિનો વિકાસ રોકવા માટે દરરોજ તેમના બૅગ તપાસવામાં આવે છે.
વાલીઓએ પણ શિક્ષકોની પહેલને વધાવી
વાલીઓએ વિદ્યાર્થીઓના બૅગનું નિરીક્ષણ કરવાનાં વિચારને સકારાત્મક ગણાવ્યો છે. એક વાલીએ કહ્યું કે, "શાળાના શિક્ષકો અને આચાર્ય દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી પહેલ યોગ્ય જ છે કારણ કે આવી બાબતોથી બાળકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. ઘરમાં માતાપિતા બાદ માત્ર શિક્ષકો જ એવી વ્યક્તિ છે જે બાળકોમાં સારા ગુણો, સારા સંસ્કાર કેળવી શકે છે. તેથી અમે આ પહેલને સમર્થન આપીએ છીએ."
આ પહેલા પણ બાળકોની આવી ક્રતુર સામે આવી હતી
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ શાળામાં વિચિત્ર હેરસ્ટાઇલ કરીને અશ્લીલ હરકતો કરતા વિદ્યાર્થીઓના વાળ શાળામાં જ કાપી નાખવામાં આવતા હતા. ત્યારબાદ શિક્ષકોએ અચાનક જ ધોરણ 8થી 10માં ભણતા વિદ્યાર્થીઓની બૅગ તપાસવાણી શરૂ કરી હતી. ત્યારે બૅગમાં ફાઇટર, છરી, પ્લેઇંગ કાર્ડ , કૉન્ડમ અને સાયકલ ચેઇન જોઈને શિક્ષકો ચોંકી ગયા હતા. આ પ્રકારની અજીબોગરીબ વસ્તુઓ મળી આવતા જ શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવ્યા હતા ને તેમને આ આખી કરતૂત કહી સંભળાવી હતી. વાલીઓએ પણ ક્યારેય આવું સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તેમના બાળકો આવી વસ્તુઓ લઈને શાળામાં જશે.
અન્ય બાળકોએ આ મામલે શિક્ષકોને કહી સંભળાવી આ વાત..,
શાળામાં જ્યારે કડક પૂછપરછ શરૂ કરી ત્યારે કેટલાક વિદ્યાર્થીએ જણાવ્યું, “૧૦મા ધોરણના એક છોકરાએ એવું જણાવ્યું કે તેને એક છોકરી સાથે દોસ્તી છે અને તેઓ સંબંધ બાંધવા માગે છે અને તેથી તે બૅગમાં કૉન્ડમ લઈને સ્કૂલે આવતો હતો. અન્ય છોકરીઓની બૅગમાંથી પણ છરીઓ મળી હતી. જે સુરક્ષા માટે લાવવામાં આવી હોવાનું બીજા અન્ય કોઈ વિદ્યાર્થીએ જણાવ્યું હતું.
આ ઘટનાની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓની સુરક્ષા થઈ શકે અને તેઓ ગેરમાર્ગે ન જાય.