21 April, 2025 06:56 AM IST | Nashik | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Nashik Suicide: મહારાષ્ટ્રના નાસિકમાંથી આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં આવકવેરા વિભાગમાં કામ કરતા એક અધિકારીએ જીવન ટૂંકાવી લીધું છે. આ આધિકારીએ તેની મંગેતર દ્વારા માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આવું પગલું ભર્યું હોવાનું જાણવા મળતા ચકચાર મચી જવા પામી છે. એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે યુવતી જોડે આ આધિકારીના લગ્ન થવાના હતા તે તેના પ્રેમી સાથે શરમજનક સ્થિતિમાં દેખાઈ આવી. ત્યારથી જાણે આ આધિકારી સતત તણાવમાં રહ્યા કરતો હતો, અને નાછૂટકે ૩૬ વર્ષીય હરેરામ સત્યપ્રકાશ પાંડેએ લગ્ન પહેલા જ જીવન ટૂંકાવી દીધું છે. તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હતો. પણ તેની બદલી નાસિકમાં કરવામાં આવી હતી.
આ આધિકારીએ સફળતાપૂર્વક પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ નોકરી સ્વીકારી હતી. વળી, જીવનના ઘણા તબક્કાઓ પૂર્ણ કર્યા બાદ તેણે લગ્ન કરવાનું સાહસ કર્યું હતું. અને લગ્ન માટે તેણે જએ યુવતીને તેની જીવનસાથી તરીકે પસંદ કરી તેના કારણે જ આજે તેને આ દુનિયામાંથી ફના થઈ જવું પડ્યું છે.
આખરે એવું શું થયું? કે અચાનકથી લગ્નને બદલે આખો માહોલ કરુણ બની ગયો. તો, (Nashik Suicide) હરેકૃષ્ણ પાંડેની હજી થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. સગાઈના દિવસે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાંડે પણ તેના લગ્ન માટે ઘણો ઉત્સુક હતો. સગાઈ થઈ ત્યારે બધા સગાસંબંધીઓ પણ આવ્યાં હતાં. તેમાં તેની થનારી પત્નીનો બોયફ્રેન્ડ પણ આવ્યો હતો. યુવતી સગાઈના દિવસે તેના પ્રેમી સાથે જબરદસ્ત મસ્તી કરતી જોવા મળી. વળી આ યુવતીએ તેના પ્રેમીને હગ પણ કર્યું હતું. બસ, ત્યારથી પાંડે અને તેની થનારી પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો.
(Nashik Suicide) સગાઈના દિવસના વર્તન બાદ હરેકૃષ્ણ પાંડે તણાવમાં આવી ગયો. ત્યારબાદ તો થનારી પત્નીએ તેને વિવિધ રીતે ધમકાવવાનું શરૂ કર્યું. સતત ધમકીઓ અને માનસિક ત્રાસથી કંટાળીને પાંડેએ જીવન ટૂંકાવી નાખવાનું પગલું ભર્યું.
તણાવમાંઆવી ગયેલા પાંડેએ નક્કી કર્યું કે આવી યુવતી જોડે તો તે કદાપિ નહીં પરણે. એટલે જ આવકવેરા અધિકારી પાંડેએ તેના લગ્નના દિવસે જ તેના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ લીધો. આસપાસના લોકોએ હરેરામના ઘરની બહાર 3-4 દિવસથી દૂધના પેકેટ પડેલા જોયા અને બંધ દરવાજો જોયો કે શક પડતાં પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડ્યો ત્યારે અંદર હરેરામનો મૃતદેહ મળી આવ્યો. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની પુષ્ટિ થઈ છે.
એકબાજુ લગ્ન મંડપ રોપાઈ ગયો હતો ત્યાં યુવકે જ મોતને (Nashik Suicide) વ્હાલું કર્યું હોવાથી ગમગીની ફેલાઈ ગઈ. આ વિસ્તારમાં પણ હોબાળો મચી ગયો છે અને નાસિકના અંબાડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે.