20 April, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિદા ખાન
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસની નાશિક ઑફિસ સાથે જોડાયેલા કથિત ધર્મપરિવર્તન અને જાતીય સતામણીના કેસની રવિવારે બીજા દિવસે પણ રાષ્ટ્રીય મહિલા આયોગે નીમેલી ફૅક્ટ ફાઇન્ડિંગ કમિટીએ એની તપાસ ચાલુ રાખી હતી અને ભોગ બનેલા લોકો અને તેમના પરિવારો સાથે મુલાકાત કરી હતી એમ ૪ સભ્યોની પૅનલનાં સભ્ય ઍડ્વોકેટ મોનિકા અરોરાએ જણાવ્યું હતું.
મોનિકા અરોરાએ કહ્યું હતું કે ‘આ મામલો સંવેદનશીલ છે એટલે બધી સંલગ્ન પાર્ટીઓ સાથે વાત કર્યા પછી રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. અમે ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી છે અને આજે પણ મળીશું. અન્ય હિતધારકો સાથે વાત કરીશું. આ બેઠકો પછી અમે એના પર રિપોર્ટ સબમિટ કરીશું.’