23 August, 2026 06:33 AM IST | Latur | Gujarati Mid-day Correspondent
નૅશનલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવેલા ગણિતના ટીચર વૈભવ કુલકર્ણી.
લાતુરની જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવતા ગણિતના ટીચર વૈભવ કુલકર્ણીનો શુક્રવારે જાહેર કરવામાં આવેલી નૅશનલ ટીચર્સ અવૉર્ડ્સ 2026ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારે જાહેર કરેલા અવૉર્ડ્સ મેળવનારા લોકોનાં નામોમાં વૈભવ કુલકર્ણીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કુલ ૪૮ ટીચરની આ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.
વસંત કુલકર્ણી છેલ્લા ૩ દાયકાથી ટીચર તરીકેની કારકિર્દી ધરાવે છે. તેમની ભણાવવાની જુદી શૈલીને કારણે તથા લો-કૉસ્ટ લર્નિંગને કારણે અનેક વિદ્યાર્થીઓ ગણિતનો અત્યંત મુશ્કેલ કન્સેપ્ટ સરળતાથી સમજી શકે છે. તેમની યુટ્યુબ ચૅનલ ‘મૅથ્સ મેડ ઈઝી વિથ વૈભવ કુલકર્ણી’માં ૭૦૦થી વધુ વિડિયો છે. તેમણે પોતાના નામની નૅશનલ અવૉર્ડ માટે જાહેરાત થયા બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આટલા પ્રતિષ્ઠિત ગૌરવને પામીને હું ખૂબ જ આનંદિત છું અને ગર્વનો અનુભવ કરું છું.