નવી મુંબઈના ઉલવેમાં એક જ પરિવારના પાંચ સભ્યોનો આત્મહત્યાનો પ્રયાસ, એકનું મોત

24 October, 2025 09:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવી મુંબઈના ઉલવે પાસેના જાવળે ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી ખોરાક ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં ચોંકાવનારી ઘટના બની છે. નવી મુંબઈના ઉલવે પાસેના જાવળે ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી ખોરાક ખાઈને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. પરિવારમાં બે પુરુષો, બે બાળકો અને એક મહિલાનો સમાવેશ છે. તેઓમાંથી ૨૩ વર્ષના સંતોષ લોહારનું મોત થયું હતું અને અન્ય ચાર જણને હૉસ્પિટલમાં લઈ જવાયા છે જેમાં બાળકોની હાલત ક્રિટિકલ છે. એવું જાણવા મળ્યું હતું કે આ પરિવાર મૂળ‍ નેપાલનો છે અને અહીં એક હોટેલમાં કામ કરતો હતો. તેમણે શા માટે સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો એ જાણી શકાયું નથી.

mumbai news mumbai navi mumbai suicide maharashtra news maharashtra