29 October, 2025 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ને એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન પ્રૉપર્ટી-ટૅક્સની ૫૦૦ કરોડ રૂપિયાની આવક થઈ છે. ૭ મહિનામાં NMMCના ૮ વિભાગોમાં કુલ ૧.૬૩ લાખ પ્રૉપર્ટી-ઓનર્સ પાસેથી ટૅક્સ વસૂલ કરવામાં આવ્યો હતો.
NMMCના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર ડૉ. કૈલાશ શિંદેએ ડિજિટલ પેમેન્ટને આપેલા પ્રોત્સાહન અને જાગૃતિ-અભિયાનોને લીધે આ શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું. પ્રૉપર્ટી-ટૅક્સ પેટે મળેલા ૫૦૦.૧૧ કરોડ રૂપિયામાંથી ડિજિટલ પ્લૅટફૉર્મ દ્વારા ૩૧૩.૭૦ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે ઑફલાઇન મળેલી રકમ ૧૮૬.૪૧ કરોડ રૂપિયા છે. NMMCએ ચાલુ નાણાકીય વર્ષે પ્રૉપર્ટી-ટૅક્સરૂપે ૧૦૦૦ કરોડ રૂપિયા વસૂલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. એમાંથી ૫૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક પૂરો થયો છે.