નવી મુંબઈના વેરહાઉસમાંથી કાર્ગો શિપના એન્જિનના ૯૩ લાખ રૂપિયાના પાર્ટ્‍સ ચોરાયા

02 June, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંપની તરફથી વાસુદેવ દત્તાત્રય પ્રભુએ આ ફરિયાદ કરી હતી. કેસની ગંભીરતા જોઈ તુર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને પકડવા તપાસ ચાલુ કરી હતી

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

નવી મુંબઈના તુર્ભે પોલીસે કાર્ગો શિપના એન્જિનના ૯૩ લાખ રૂપિયાના પાર્ટ્સ ચોરનાર ટોળકીને પકડી તેમની પાસેથી ૭૪ લાખ રૂપિયાના પાર્ટ્સ પાછા મેળવવામાં સફળતા મેળવી છે.

તુર્ભે પોલીસમાં આ સંદર્ભે ૨૬ મેએ ફરિયાદ નોંધવામાં આવી હતી. કંપનીના ગોડાઉનમાં રાખવામાં આવેલી કાર્ગો શિપના એન્જિનના ૯૩ લાખ રૂપિયાના પાર્ટ્સ ચોરાઈ ગયા હતા. કંપની તરફથી વાસુદેવ દત્તાત્રય પ્રભુએ આ ફરિયાદ કરી હતી. કેસની ગંભીરતા જોઈ તુર્ભે પોલીસે ચોરીનો ગુનો નોંધી ચોરને પકડવા તપાસ ચાલુ કરી હતી. ૪૦ જેટલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ ચકાસી આખરે તુર્ભેના ઇન્દિરાનગરમાં રહેતા ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા એટલું જ નહીં, તેમની પાસેથી ૨૮ મેએ ૭૪ લાખ રૂપિયાનો ચોરીનો માલ પણ પાછો મેળવ્યો હતો.

navi mumbai mumbai crime news mumbai crime news mumbai police news mumbai news