PMના નિવાસસ્થાન સામે હનુમાન ચાલીસા-નમાઝ પઢવાની માગ, NCP નેતાનો ગૃહમંત્રીને પત્ર

25 April, 2022 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે આના જવાબમાં નેશનલ કૉંગ્રેસ પાર્ટીની મહિલા નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સામે નમાજ, હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, નવકાર જેવા મંત્રોના પાઠની પરવાનગી માગી.

અમિત શાહ (ફાઈલ તસવીર)

મહારાષ્ટ્રની સાંસદ નવનીત રાણાની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નિવાસસ્થાને હનુમાન ચાલીસા પઠનની માગ મામલે પહેલાથી વિવાદ ચાલ્યો છે. હવે આના જવાબમાં નેશનલ કૉંગ્રેસ પાર્ટીની મહિલા નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ સામે નમાજ, હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા, નવકાર જેવા મંત્રોના પાઠની પરવાનગી માગી. ઉત્તર મુંબઈ રાષ્ટ્રવાદીની કાર્યાધ્યક્ષ ફહેમિદા હસન ખાને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સમય માગ્યો છે.

ફહેમીદા હસનનું કહેવું છે કે તે હંમેશા પોતાના ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ અને દુર્ગા પૂજા કરે છે. પણ જે રીતે દેશમાં મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે તેને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જગાડવું જરૂરી છે. તેમનું કહેવું છે કે જો મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા પઠન કરતા રવિ રાણા અને નવનીત રાણાને ફાયદો દેખાઈ રહ્યો છે તો તે દેશનો ફાયદો કરાવવા પીએમ મોદીના નિવાસસ્થાન દિલ્હીમાં જઈને નમાઝ, હનુમાન ચાલીસા અને દુર્ગા પાઠ કરવા માગે છે.

ફહેમીદા હસને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખતા કહ્યું છે કે હું તમને નિવેદન કરું છું કે મને ભારતના પ્રિય વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર નમાઝ, હનુમાન ચાલીસા, નવકાપ મંત્ર ગુરૂ ગ્રંથ અને નોવિનો પઠનની પરવાનગી આપવામાં આવે. આની સાથે જ પત્રમાં એ પણ લખ્યું છે કે કૃપા કરીને મને સમય અને દિવસ વિશે પણ માહિતી આપવામાં આવે.

Mumbai mumbai news maharashtra narendra modi amit shah