23 August, 2026 06:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ શનિવારે મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ની બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલી પ્રિમાઇસિસના કિચનનું ચેકિંગ કર્યું હતું અને એનું ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કર્યું હતું. MCA ક્લબે એના સભ્યોને સંદેશમાં લખ્યું છે કે ‘કેટલીક ટેક્નિકલ સમસ્યાઓને કારણે બધી ફૂડ ઍન્ડ બેવરેજિસ સર્વિસ અને રેસ્ટોરાં આગામી સૂચના સુધી તાત્કાલિક અસરથી બંધ રહેશે. જોકે જિમ્નેશ્યમ, સ્વિમિંગ-પૂલ, લૉન ટેનિસ કોર્ટ, સ્ક્વૉશ કોર્ટ, પિકલબૉલ કોર્ટ, બૅડ્મિન્ટન કોર્ટ, ટેબલ ટેનિસ, પૂલ ટેબલ અને બિલિયર્ડ સહિતની તમામ રમતગમત સુવિધાઓ કાર્યરત રહેશે. આપને થયેલી અસુવિધા બદલ દિલગીર છીએ અને તમારી સમજણ અને સહકારની પ્રશંસા કરીએ છીએ.’
સાઉથ મુંબઈમાં વાલકેશ્વર મંદિરના પરિસરમાં આવેલા બાણગંગા તળાવમાં સ્વિમિંગ કરવા ગયેલા ૧૯ વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીએ આપી હતી. તેમણે આપેલી માહિતી મુજબ શનિવારે બપોરે ૧.૧૦ વાગ્યે ટીનેજર તળાવમાં ડૂબી ગયો હતો. ટીનેજરનું નામ શેખર રાવલ હોવાનું જાણવા મળ્યું હતું. શેખરને તળાવમાંથી બહાર કાઢીને નજીકમાં આવેલી એલિઝાબેથ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો.