12 January, 2025 03:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું
સમુદ્રકિનારા પર પહેરો કરતા કોસ્ટગાર્ડનો ગઈ કાલે ૪૯મો સ્થાપનાદિવસ હતો એ નિમિત્તે ગિરગામ ચોપાટીમાં સ્વયંસેવકો અને સ્કૂલ-કૉલેજના સ્ટુડન્ટ્સે બીચની સફાઈ કરી હતી.
આ સિવાય ઇન્ટરનૅશનલ સૅન્ડ-આર્ટિસ્ટ વૈભવે ચોપાટી પર કોસ્ટગાર્ડનું આર્ટ બનાવ્યું હતું.
આકરી ઠંડીમાં દેશની રક્ષા કરતા સૈનિકો માટે આવી ગયું છે હિમકવચ
અત્યંત ઠંડા પ્રદેશોમાં ફરજ બજાવતા સૈનિકો માટે ડિફેન્સ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા ‘હિમકવચ’ નામનો ખાસ સૂટ તૈયાર કરવામાં આવ્યો છે. આ હિમકવચ +૨૦ ડિગ્રી સેલ્સિયસથી -૬૦ ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં વાપરી શકાય છે.
વાહ! ક્યા સીન હૈ!
થાણેમાં ચાલી રહેલા સંસ્કૃતિ આર્ટ્સ ફેસ્ટિવલ નિમિત્તે ઉપવન લેકનો નયનરમ્ય હવાઈ નજારો.
સરળ અને સલામત બોર્ડિંગ માટે ફ્લોટિંગ રૅમ્પ
ગેટવે ઑફ ઇન્ડિયાથી એલિફન્ટા તરફ જઈ રહેલી ફેરી બોટને નેવીની સ્પીડબોટે ૧૮ ડિસેમ્બરે ટક્કર મારતાં ભરદરિયે જબરદસ્ત અકસ્માત થયો હતો, જેમાં ૧૪ લોકોના જીવ ગયા હતા. આ ઘટનાને પગલે ગેટવે ઑફ ઇન્ડિયા ખાતે સિક્યૉરિટી અપગ્રેડ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ અંતર્ગત સ્પીડબોટમાં પ્રવાસ કરનારા લોકો સલામત અને સરળતાથી બોર્ડિંગ કરી શકે એ માટે ફ્લોટિંગ રૅમ્પ ઊભો કરવામાં આવી રહ્યો છે. વીક-એન્ડ અને વેકેશનમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓ સ્પીડબોટમાં પ્રવાસ કરતા હોય છે. તેમની સલામતીને ધ્યાનમાં રાખીને આ રૅમ્પ તૈયાર કરવામાં આવ્યો છે. (તસવીર : શાદાબ ખાન)