ન્યૂઝ શોર્ટમાં: ST બસ અને જીપ વચ્ચે ગમખ્વાર ઍક્સિડન્ટ, ઑન ધ સ્પૉટ ૪ જણનાં મોત

06 May, 2026 11:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસ્તા પરથી આ બન્ને વાહનોને હટાવ્યા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.

પ્રતીકાત્મક તસવીર

વિઠ્ઠલવાડી-કલ્યાણ-અહિલ્યાનગર જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ST)ની બસ ગઈ કાલે સવારે મુરબાડ તાલુકાના ટોકાવડે વૈશાખરેના ટર્ન પાસે સામેથી આવી રહેલી જીપ સાથે જોશભેર અથડાતાં ગમખ્વાર અકસ્માત થયા હતો. એ અકસ્માતમાં ૪ જણનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે અન્ય ચાર જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત ચાર લોકોમાં બે બાળકોનો સમાવેશ છે.  અકસ્માત થતાં નજીકના ગામમાં રહેતા લોકો બચાવકાર્ય માટે દોડી ગયા હતા. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને હૉસ્પિટલ લઈ ગઈ હતી. રસ્તા પરથી આ બન્ને વાહનોને હટાવ્યા બાદ ટ્રાફિક ક્લિયર થયો હતો.

mumbai news mumbai maharashtra news maharashtra road accident