14 December, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્ર સ્ટેટ માઇનૉરિટી કમિશને જાહેરાત કરી છે કે ૧૮ ડિસેમ્બરની ‘માઇનૉરિટી રાઇટ્સ ડે’ તરીકે ઉજવણી કરવામાં આવશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ૧૯૯૨ની ૧૮ ડિસેમ્બરે તમામ લઘુમતીઓના અધિકારોને મહત્ત્વ આપીને એ માટેનું ઘોષણાપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. આ ઘોષણાપત્રમાં રાષ્ટ્રની જાતિઆધારિત, ધર્મઆધારિત અને ભાષાઆધારિત લઘુમતી સમુદાયોના અધિકારોની જાહેરાત કરવામાં આવી હતી. એ પછીથી દર વર્ષે ૧૮ ડિસેમ્બરે ઇન્ટરનૅશનલ માઇનૉરિટી રાઇટ્સ ડે તરીકે ઊજવવામાં આવે છે.