17 July, 2025 10:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે BKCમાં લોકો પીક અવર્સમાં હેરાન થયા હતા. (તસવીર : શાદાબ ખાન)
ઓલા અને ઉબરના ડ્રાઇવરોએ ગઈ કાલે પણ પૅસેન્જરોને હેરાન કર્યા હતા. રાજ્ય સરકાર તેમને યોગ્ય આશ્વાસન ન આપે તો તેમણે પોતાનું આંદોલન તીવ્ર બનાવવાની ચીમકી આપી છે. ઓલા, ઉબર, ઝોમાટો, સ્વિગી અને અન્ય અૅગ્રીગેટર કંપનીઓના ડ્રાઇવરો અને વર્કરો તેમની કંપનીઓ દ્વારા તેમને થતા અન્યાયની સામે લડી રહ્યા છે.