ઓરીએ ડ્રગ્સ-કેસમાં મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે મુદત માગી

21 November, 2025 10:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે વધારાનો સમય માગ્યો છે.

સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી

૨૫૨ કરોડ રૂપિયાના મેફેડ્રોન (MD) ડ્રગ્સ-કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા બાદ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરીએ મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવા માટે વધારાનો સમય માગ્યો છે. તેના વકીલે પોલીસને એક પત્ર લખીને જણાવ્યું છે કે ઓરી હાલમાં ઉપલબ્ધ નથી અને ૨૫ નવેમ્બર પછી જ તપાસ-એજન્સી સમક્ષ હાજર થઈ શકશે. પોલીસ મુદત લંબાવવા બાબતે વિચાર કરી રહી છે અને બીજો સમન્સ હજી સુધી મોકલવામાં આવ્યો નથી એમ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું. MD ડ્રગ્સની હેરફેરના કેસમાં ધરપકડ કરાયેલા એક આરોપીના નિવેદનના આધારે ઓરીને સમન્સ મોકલવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસના ઍન્ટિ-નાર્કોટિક્સ યુનિટે ઓરીને પોતાનો પક્ષ રજૂ કરવા માટે ગઈ કાલે ઘાટકોપર યુનિટ સમક્ષ હાજર થવા જણાવ્યું હતું.

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra orry