18 February, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પાલઘર પોલીસે ગુરુવારે વહેલી સવારે બસ-સ્ટૉપ પર ઊભા રહેલા બે પ્રવાસીઓને લૂંટી લેનારી ગૅન્ગના ૭ સભ્યોને ઝડપી લીધા છે. પકડાયેલા બધા જ આરોપીઓ નાલાસોપારાના છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસના ફરિયાદી અને તેનો મિત્ર ગુરુવારે વહેલી સવારે બસ-સ્ટૉપ પર ઊભા હતા ત્યારે આ ગૅન્ગ ત્રાટકી હતી. આરોપીઓએ તેમની મારઝૂડ કરીને તેમની પાસેથી મોબાઇલ અને કૅશ લૂંટી લીધાં હતાં અને નાસી ગયા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ સંદર્ભે પોલીસે ભારતીય ન્યાયસંહિતાની લૂંટની કલમ હેઠળ ગુનો નોંધી કેસની તપાસ કરીને ૭ આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની સામે કાર્યવાહી કરી છે.