પાલઘર જિલ્લામાં અલ્ટ્રા હાઈ વૉલ્ટેજ પાવરનો પ્લાન્ટ બનશે

10 May, 2025 06:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાલઘર જિલ્લામાં વાઢવણ પોર્ટ બનવાનું છે અને એને નૅશનલ હાઇવે અને ગોલ્ડન કૉરિડોર સાથે જોડવા રસ્તા અને રેલવે સહિતના ઇન્ફ્રા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

દેશના પાવર સેક્ટરને રી-ફૉર્મ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે પાલઘર જિલ્લામાં અલ્ટ્રા હાઈ-વૉલ્ટેજ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું અને ડિસ્ટ્રિબ્યુટ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

પાલઘર જિલ્લામાં વાઢવણ પોર્ટ બનવાનું છે અને એને નૅશનલ હાઇવે અને ગોલ્ડન કૉરિડોર સાથે જોડવા રસ્તા અને રેલવે સહિતના ઇન્ફ્રા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને એને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. સાથે જ પાવર જનરેશન અને ડિસ્ટ્રિબ્યુશનનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. રાજ્યની લૉન્ગ ટ્રમ પૉલિસી અંતર્ગત આગળ જતાં ગ્રીન એનર્જી અન્ય રાજ્ય પાસેથી લેવી ન પડે એ માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. પાલઘર જિલ્લાનાં કલેક્ટર ડૉક્ટર ઇન્દુરાણી જાખડે આ માટે દરેક સંબ​ધિત ડિપાર્ટમેન્ટ અને એજન્સીઓને ઝડપી સહકાર આપવા જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે ‘જો રાજ્યમાં ક્લીન–ગ્રીન એનર્જીનું પ્રમાણ વધશે તો એનાથી પ્રદૂષણ ઓછું થશે, ક્લાઇમેટ ચેન્જનું જોખમ પણ ઓછું થશે અને છેવટે ગ્રાહકોને પણ ઇલેક્ટ્રિસિટી સસ્તા દરે ઉપલબ્ધ થઈ શકશે.’

palghar environment news mumbai mumbai news