પ્રાઇવેટ રેડિયો ચૅનલો પર મરાઠી ભક્તિગીત અને ભાવગીત વગાડો : આશિષ શેલાર

24 May, 2025 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આશિષ શેલારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર રેડિયો દ્વારા મરાઠીનો વપરાશ વધે એ માટે પ્રતિબદ્ધ છે

આશિષ શેલાર

પ્રાઇવેટ ચૅનલોના પ્રતિનિધિઓનું એક મંડળ તેમને પડતી મુશ્કેલીઓની રજૂઆત કરવા રાજ્યના કલ્ચરલ અફેર્સ મિનિસ્ટર આશિષ શેલારની મુલાકાત માટે મંત્રાલય ગયું હતું ત્યારે આશિષ શેલારે તેમને કહ્યું હતું કે ‘ગ્રામોફોન અને કૅસેટના જમાનાનાં મરાઠી ભાવગીતો અને ભક્તિગીતો આજે પણ મરાઠી પ્રજાનાં દિલ પર રાજ કરે છે. આ ગીતો પ્રાઇવેટ રેડિયો ચૅનલોએ નિયમિતપણે તેમની ચૅનલ પર બ્રૉડકાસ્ટ કરવાં જોઈએ.’ આશિષ શેલારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકાર રેડિયો દ્વારા મરાઠીનો વપરાશ વધે એ માટે પ્રતિબદ્ધ છે અને આમ કરી સરકાર પ્રાઇવેટ રેડિયો સેક્ટર સાથેનો સમન્વય વધારશે. અમારી પેઢી ઑલ ઇન્ડિયા રેડિયો પર એ ગીતો સાંભળીને મોટી થઈ છે જેનો બહુ જ પ્રભાવ પડ્યો છે. મહારાષ્ટ્રના રસિકો આ ગીતો સાથે બહુ જ ભાવનાત્મક રીતે જોડાયેલા છે. આજે પણ ગામ હોય કે શહેર હોય, સત્યનારાયણની પૂજા વખતે પ્રહ્‍‍લાદ શિંદેનાં ભક્તિગીતો અચૂક વાગે છે. આ ગીતો પરંપરાનો એક ભાગ બની ગયાં છે.’ 

ashish shelar bharatiya janata party maharashtra news maharashtra mumbai mumbai news