પાલઘરમાંથી ૬ લાખ રૂપિયાના પ્રતિબંધિત ગુટકા પકડાયા

31 August, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કેસમાં પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના બે ડ્રાઇવર અને રાજસ્થાનના એક બિઝનેસમૅનની ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

પાલઘર જિલ્લાના તલાસરી વિસ્તારમાં એક ઢાબા નજીક પાર્ક કરેલા ટેમ્પોમાંથી પોલીસે ૬ લાખ રૂપિયાની કિંમતના ગુટકા જપ્ત કર્યા હતા.

સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સર્ચ-ઑપરેશન કર્યું હતું. પાર્ક કરેલા ટેમ્પોની તપાસ કરતાં મોટા પ્રમાણમાં ગુટકા અને અન્ય તમાકુ ઉત્પાદનોનો જથ્થો પકડાયો હતો જેની બજારકિંમત આશરે ૬ લાખ રૂપિયા હોવાનું એક અધિકારી જણાવ્યું હતું.

આ કેસમાં પોલીસ દ્વારા ઉત્તર પ્રદેશના પ્રતાપગઢના બે ડ્રાઇવર અને રાજસ્થાનના એક બિઝનેસમૅનની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રતિબંધિત ગુટકાનું ઉત્પાદન ક્યાં થાય છે અને કઈ જગ્યાએથી ટ્રાન્સપોર્ટ થાય છે એ જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

palghar news crime news mumbai crime news mumbai crime branch crime branch mumbai police mumbai mumbai news