17 March, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંધેરી-વેસ્ટમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સની પાસે આવેલો જાનકીદેવી સ્કૂલ રોડ. (તસવીરો : આશિષ રાજે)
મુંબઈમાં અત્યારે જ્યાં જુઓ ત્યાં સિમેન્ટ-કૉન્ક્રીટ (CC)ના રસ્તાનું કામ ચાલી રહ્યું છે. એને કારણે મુંબઈગરાઓને બહુ જ તકલીફ થઈ રહી છે, પણ વિકાસના કામને લઈને કોઈ એની ફરિયાદ નથી કરી રહ્યું. જોકે ચોમાસા પહેલાં કામ પૂરું કરવાનું હોવાથી આ કામની ક્વૉલિટીને લઈને બધાના મનમાં શંકા છે ત્યારે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ થોડા સમય પહેલાં બનાવેલા CC રોડના કામની પોલ ખૂલી રહી છે. અંધેરી-વેસ્ટમાં લોખંડવાલા કૉમ્પ્લેક્સની પાસે આવેલા જાનકીદેવી સ્કૂલ રોડ અને દત્તાજી સાળવી રોડ પર તો રીતસરની ક્રૅક આવી ગઈ છે.
અંધેરી-વેસ્ટનો દત્તાજી સાળવી રોડ.
આવી જ હાલત જુહુમાં પણ થઈ ગઈ છે. આ જોતાં અત્યારે ઉતાવળે બની રહેલા CC રોડ કેટલા ટકી રહેશે એને લઈને લોકોને પ્રશ્ન થઈ રહ્યા છે.