મુંબઈમાં ૨૩ જુલાઈથી ૬ ઑગસ્ટ સુધી જમાવબંધી

21 July, 2026 09:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પાંચ કે વધુ લોકો ભેગા થવા પર પ્રતિબંધઃ નાગરિકોની શાંતિભંગ થાય કે તનાવ સર્જાય એવા જોખમને પગલે પોલીસનો આદેશ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં શાંતિભંગ થઈ શ્કે અને સામાન્ય જનજીવન તથા માલમતાને નુકસાન થવાની શંકા હોવાની વિવિધ સૂત્રો પાસેથી મળેલી માહિતીને પગલે મુંબઈ પોલીસે સાવચેતીનાં પગલાં લઈ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે ૨૩ જુલાઈથી ૬ ઑગસ્ટ સુધી જમાવબંધીના આદેશ આપ્યા છે. આ દિવસો દરમ્યાન પાંચ અથવા પાંચ કરતાં વધુ લોકો એકસાથે ભેગા નહીં થઈ શકે. મોરચા, આંદોલન, વિરોધ-પ્રદર્શન પણ નહીં કરી શકાય. એ જ પ્રમાણે લાઉડસ્પીકર અને ફટાકડા ફોડવા પર પણ લિમિટેશન મૂકી દેવામાં આવ્યાં છે. સંભવિત તનાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા આ નિર્ણય લેવાયો છે. આ આદેશોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. નાગરિકોને પોલીસની સૂચનાઓનું પાલન કરી સહકાર આપવાનું આહ્‍‍વાન કરાયું છે.

ક્યાં છૂટ?
 લગ્નપ્રસંગો અને સામાજિક મેળાવડા
 સ્મશાનભૂમિ કે દફનભૂમિમાં
 ઑફિસ, સંગઠનો, સોસાયટી, સ્કૂલો વગેરે જેવી સંસ્થાઓ અને થિયેટર 

mumbai news mumbai mumbai police maharashtra news maharashtra