✕

રાયગઢ: મહાડના MIDCમાં જોરદાર ધડાકો! કેમિકલ કંપની લપેટાઈ આગની જ્વાળાઓમાં!

28 September, 2026 01:08 PM IST  |  Raigad | Gujarati Mid-day Online Correspondent

Raigad Factory Blast: સિનર્જિયા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં રવિવારે રાત્રે આશરે ૯.૩૦ કલાકે એક જોરદાર ધમાકો થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ધડાકો થતાંની સાથે જ મોટી આગ ફાટી નીકળી હતી.

પ્રતીકાત્મક તસવીર

Raigad Factory Blast: મહારાષ્ટ્રના રાયગઢમાંથી વિસ્ફોટની એક ઘટના સામે આવી છે. અહીં મહાડના MIDC (મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)સ્થિત સિનર્જિયા કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીમાં રવિવારે રાત્રે આશરે ૯.૩૦ કલાકે એક જોરદાર ધમાકો થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે ધડાકો થતાંની સાથે જ મોટી આગ ફાટી નીકળી હતી. ક્ષણભરમાં તો ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

આ સમગ્ર બનાવ (Raigad Factory Blast) અંગે જે પ્રાથમિક માહિતી સામે આવી છે તે અનુસાર ફેક્ટરીમાં પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન રિએક્ટરની પાઇપ ફાટવાને લીધે અથવા તો બોઇલર ફાટવાને લીધે આ ધડાકો થયો હતો તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કંપનીમાં પેરા નાયટ્રો ઓર્થો સલ્ફોનિક એસિડનું પ્રોડક્શન ચાલી રહ્યું હતું તે સમયે અચાનકથી બોયલરમાં બ્લાસ્ટ થયો હતો.  

આ ધડાકાની તીવ્રતા એ હદ સુધીની હતી કે ફેક્ટરીથી (Raigad Factory Blast) લગભગ ચારે કિલોમીટર દૂર પણ તેની કંપારી અનુભવાઈ હતી. જોકે, આ ધડાકા અને આગને કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. 

આ ઘટનાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે ઍમ્બ્યુલન્સ પણ તૈનાત કરી દેવામાં આવી હતી જેથી બચાવ કામગીરીમાં કોઈ ખામી ન રહી જાય. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર બે કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી શકાઈ હતી.  આ ગોઝારી ઘટનામાં ૨થી ૩ મજૂરો ઇન્જર્ડ થયા હતા. અમુકની હાલત ક્રિટિકલ હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદ્નસીબે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ જારી છે. જોકે, આ આગ કઇ રીતે લાગી તે અંગેની તપાસ માટે હાલ વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે.

જોકે, આ પ્રકારના એક્સિડન્ટને કારણે મહાડના ઇન્ડસ્ટ્રિયલ વસાહતોમાં લોકોની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા (Raigad Factory Blast) થયા છે. ગયા કેટલાક વર્ષોથી આ પ્રકારે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ગૅસલીકેજ હોય કે પછી બ્લાસ્ટની ઘટનાઓ સામે આવતી રહી છે.  આવી ઘટનાઓ બાદ ઇન્ડસ્ટ્રિયલ સેફટીને વધારે સઘન કરવાની માંગ કરવામાં આવી છે.  અહીં એ પણ નોંધવુ રહ્યું કે છેલ્લા ચાર દાયકામાં રાયગઢમાં સારાએવા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીનું નિર્માણ થયું છે. એમાં પણ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, રોહામાં ધાટાવ અને મહાડમાં ઘણી ઇન્ડસ્ટ્રિયલ વસાહતોનો સમાવેશ થાય છે. 

 

 

 

 

mumbai news mumbai raigad maharashtra news maharashtra fire incident