24 January, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાળ ઠાકરેની જન્મશતાબ્દી નિમિત્તે ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં યોજાયેલા સંયુક્ત સંબોધન વખતે શિવસેના (UBT)ના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે (તસવીરો : આશિષ રાજે)
શિવસેનાના સ્થાપક અને પ્રમુખ બાળ ઠાકરેની ગઈ કાલે જન્મશતાબ્દી હતી. એ નિમિત્તે ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં યોજાયેલા પ્રોગ્રામમાં રાજ ઠાકરેએ અને ઉદ્ધવ ઠાકરેએ શિવસેના (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોને સંબોધીને કરેલી વાતોના અંશ...
બાળાસાહેબ ઠાકરેનું વ્યક્તિમત્વ હજી સુધી કોઈને સમજાયું જ નથી. એના પર સ્વતંત્ર વ્યાખ્યાન આપવાનું ગમશે.
હાલ રાજ્યમાં ખાસ કરીને કલ્યાણ–ડોમ્બિવલીમાંની ઘટનાઓ જોઈને મોળ ચડે છે.
બાળાસાહેબ આજે નથી એ એક રીતે સારું જ થયું.
બાળાસાહેબ બદલની મહારાષ્ટ્રના શિવસૈનિકોની શ્રદ્ધા તસુભાર ઓછી થશે નહીં.
BJP જો એમ વિચારતી હોય કે એ શિવસેનાને ખતમ કરી નાખશે તો એ શક્ય નથી કારણ કે શિવસેના રાજકીય પક્ષ જ નહીં, એક વિચાર પણ છે.
ઘણા લોકોએ ઠાકરે નામ ભૂંસવાની કોશિશ કરી, પણ એ ન થઈ શક્યું.
આ વખતે BMCની ચૂંટણીમાં પહેલી વાર મનીપાવર વાપરવામાં આવ્યો.