03 October, 2026 09:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના સંસ્થાપક અને વર્તમાન પ્રમુખ હેમરાજ શાહના નિધનથી ખાલી પડેલી જગ્યા પર (બાકી રહેલા કાર્યકાળ ૨૦૩૦ સુધી) રાજેશ દોશીની પ્રમુખ તરીકે અને મહામંત્રીની ખાલી પડેલી સીટ પર અરવિંદ હેમરાજ શાહની ટ્રસ્ટ બોર્ડ અને કારોબારી સમિતિની સંયુક્ત મીટિંગમાં સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી.
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજની રવિવારે સવારે ૧૦ વાગ્યે નવનીત ગુજરાતી સમાજ ભવન, જોગેશ્વરી-વેસ્ટ ખાતે આયોજિત ૪૧મી વાર્ષિક સાધારણ સભામાં સૌ સભ્યોને હાજર રહેવા મૅનેજિંગ ટ્રસ્ટી ડૉ. નાગજી રીટા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.