22 February, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાખી સાવંત (ફાઇલ તસવીર)
પ્રખ્યાત યૂટ્યુબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ (India’s Got Latent) હાલમાં ભારે વિવાદમાં ફસાયો છે. શોમાં થયેલી એક ટિપ્પણીને કારણે દેશભરમાં ઉગ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. પ્રખ્યાત યુટ્યુબર રણવીર અલાહબાદિયા (Ranveer Allahbadia) છેલ્લા કેટલાક દિવસોથી પોતાની ટિપ્પણીને કારણે વિવાદોમાં ફસાયો છે. સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાનો શો `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટ`માં રણવીરની માતા-પિતા અને તેમના વચ્ચેના શારીરિક સંબંધોની ટિપ્પણી દેશભરમાં રોષ અને ચર્ચાનો વિષય બની ગઈ છે. આ શોમાં અલગ-અલગ સેલેબ્રિટિસ અને કૉમેડિયન્સને જજ તરીકે બોલાવવામાં આવે છે. અહેવાલ મુજબ બૉલિવૂડ ઍક્ટ્રેસ રાખી સાવંત (Rakhi Sawant)ને પણ મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા સમનસ પાઠવવામાં આવ્યા છે. ANI ના એક અહેવાલ મુજબ, રાખી સાવંત પણ શોના એક એપિસોડમાં જજ તરીકે જોવા મળી હતી, તેથી આ મુદ્દે પૂછપરછ માટે તેને પણ બોલાવવામાં આવી છે.
રાખી સાવંતની પૂછપરછ ક્યારે થશે?
માહિતી મુજબ, 27 ફેબ્રુઆરીના રોજ મહારાષ્ટ્ર સાયબર સેલ (Maharashtra Cyber Cell) દ્વારા રાખી સાવંતની પૂછપરછ થશે. આ પહેલા, 24 ફેબ્રુઆરીએ પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચંચલાની (Ashish Chanchlani) અને પૉડકાસ્ટર રણવીર અલાહબાદિયાને પણ સ્ટેટમેન્ટ નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા છે. જયારે સમય રૈનાએ 17 માર્ચ સુધીનો સમય માગ્યો હતો, જેને સાયબર સેલે નકાર્યો છે.
સુપ્રીમ કોર્ટનું રણવીર અલાહબાદિયાને ફટકાર
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વર સિંહની બેન્ચે રણવીર અલાહબાદિયાની (Rakhi Sawant summoned in Ranveer Allahbadia Controversy) અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે રણવીરના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "જેના મનમાં ગંદગી ભરેલી હોય, તેની દલીલ અમે કેમ સાંભળીશું?". સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સુનાવણી થયા બાદ અદાલતે રાજ્યોની સરકારોને રણવીર અને આ શોના નિર્માતાઓ વિરુદ્ધ નવી એફઆઈઆર ન દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટ મુજબ રણવીર કોર્ટના આગલા આદેશ સુધી નવી પૉડકાસ્ટ રિલીઝ કરી શકશે નહીં અને દેશની બહાર પણ જઈ શકશે નહીં અને તેનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે.
રણવીરની વિવાદાસ્પદ ટિપ્પણીની વાત કરીએ તો તેણે સમય રૈનાના શો `ઇન્ડિયાઝ ગૉટ લેટન્ટના` (Rakhi Sawant summoned in Ranveer Allahbadia Controversy) કોન્ટેસ્ટન્ટને અભદ્ર સવાલ કરતાં પૂછ્યું હતું કે “શું તમે રોજ તમારા માતા-પિતાને સેક્સ કરતાં જોશો અથવા એકવાર તેમની સાથે જોડાઈને આ ક્રિયાને પૂર્ણપણે અટકાવી દેશો". વાણી સ્વતંત્ર વિષે સતત ચર્ચામાં રહેતા આપણાં દેશમાં આવી ટિપ્પણીનું વાયરલ થવું અને પ્રેક્ષકોનું તેના પ્રત્યે વિરોધ દર્શાવવું એક સ્વાભાવિક વાત છે. આ વિવાદના પગલે રણવીર અલાહબાદિયાએ માફી પણ માગી હતી અને સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ’ શોના બધા એપિસોડ ડિલીટ કર્યા છે.