મુંબઈ એરપોર્ટ પર રેપિડ PCR ટેસ્ટનો ચાર્જ ઘટાડવામાં આવ્યો, જાણો કેટલા ચુકવવા પડશે

04 December, 2021 07:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોવિડ-19 માટે રેપિડ પીસીઆર ટેસ્ટ માટેના ચાર્જીસ અગાઉ રૂ. 4,500 રૂપિયા હતો જે ઘટાડીને રૂ. 3,900 કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર

ઓમિક્રોન(Omicron)ની દસ્તક બાદ ફરી  રેપિડ PCR ટેસ્ટ પર ભાર મુકવામાં આવ્યો છે.  મુંબઈ શહેરના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) એ શનિવારે જણાવ્યું હતું કે તેમણે કોવિડ-19 માટે રેપિડ પીસીઆર ટેસ્ટ માટેના ચાર્જીસ અગાઉ રૂ. 4,500 રૂપિયા હતો જે ઘટાડીને રૂ. 3,900 કર્યા છે.

આ સાથે જ એરપોર્ટ પર 600 રૂપિયા પ્રતિ પેસેન્જરનો સામાન્ય RT-PCR ટેસ્ટ પણ ઉપલબ્ધ છે તેવું CSMIA એ એક નિવેદનમાં જણાવ્યું હતું. 

ખાનગી એરપોર્ટ ઓપરેટરે ઉમેર્યું હતું કે, ઘટેલા આરટી પીસીઆર ટેસ્ટનો ચાર્જ ઓછો હશે તો મુસાફરો કોવિડ-19 ટેસ્ટનો લાભ લઈ શકશે. તેથી તેઓ સુરક્ષિત મુસાફરી કરી શકે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કુલ 6,732 આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેઓ શુક્રવારે જોખમ વાળા દેશો તેમજ અન્ય રાષ્ટ્રોમાંથી અહીં પહોંચ્યા હતા, જેમની આગમનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. 

આમાંથી, 969 આંતરરાષ્ટ્રીય આગમન મુસાફરોએ RT-PCR પરીક્ષણ કરાવ્યું હતું જેમાંથી 214 મુસાફરોએ પ્રમાણભૂત RT-PCR પરીક્ષણ લીધું હતું અને 755 મુસાફરોએ રેપિડ PCR પરીક્ષણ કરાવ્યું હતું. એરોડ્રૉમે 100 રજિસ્ટ્રેશન કાઉન્ટર અને 60 સેમ્પલિંગ બૂથ સ્થાપ્યા છે, જેમાં 100 રેપિડ પીસીઆર મશીનનો સમાવેશ થાય છે.

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મુસાફરી પૂર્વ અને આગમન પછીના બંને પરીક્ષણોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, જો આગમન સમયે અથવા હોમ ક્વોરેન્ટાઇન સમયગાળા દરમિયાન કોવિડ-19 માટે લક્ષણો જોવા મળે, તો તેઓનું પરીક્ષણ કરવામાં આવશે અને નિર્ધારિત પ્રોટોકોલ મુજબ સારવાર કરવામાં આવશે, એમ એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું.

આ ઉપરાંત ઘરેલુ આવતા મુસાફરોને ડબલ-રસી કરાવવી જરૂરી છે અથવા બોર્ડિંગ પહેલાં 72 કલાકની અંદર નકારાત્મક RT-PCR પરીક્ષણ કરાવવું આવશ્યક છે. 

mumbai mumbai news mumbai airport Omicron Variant coronavirus