21 November, 2025 07:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચંદ્રશેખર બાવનકુળે
મહારાષ્ટ્રના રેવન્યુ મિનિસ્ટર ચંદ્રશેખર બાવનકુળેએ મુંબઈમાં ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ હેઠળ ફાળવવામાં આવેલાં ઘરો માટે રજિસ્ટ્રેશન-ફી માફ કરવાની જાહેરાત કરી છે. સરકારે ક્લસ્ટર રીડેવલપમેન્ટ હેઠળ નવા બિલ્ડિંગમાં શિફ્ટ થયેલા ભાડૂતો અને રહેવાસીઓને ફાળવવામાં આવતા ૪૦૦થી ૬૦૦ ચોરસફુટ સુધીના યુનિટ માટે રજિસ્ટ્રેશન-ફી માફ કરવાની મંજૂરી આપી છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન ઍન્ડ કન્ટ્રોલર ઑફ સ્ટૅમ્પ્સને આ બાબતે મંજૂરી અપાતાં અત્યારે ચાલુ અને પેન્ડિંગ રહેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને ફાયદો થશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની મર્યાદામાં આવતા ખોરવાયેલા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સને વેગ આપવા અને જૂનાં બાંધકામોના રહેવાસીઓને તેમનાં ઘર મળે એ માટે આ નિર્ણય લેવાયો હોવાનું ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.