Dr.Jayant Narlikar Passes Away: દેશના જાણીતા વૈજ્ઞાનિકનું નિધન થયું- 86 વર્ષની વયે પૂણેમાં લીધા અંતિમ શ્વાસ

20 May, 2025 12:34 PM IST  |  Pune | Gujarati Mid-day Online Correspondent

Dr.Jayant Narlikar Passes Away: વર્ષ ૨૦૧૧માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી પણ સત્કાર મળ્યો હતો.

વિષ્ણુ નાર્લીકર (સૌજન્ય - દેવેન્દ્ર ફડણવીસની એક્સ પરની પોસ્ટ)

દેશના જાણીતા વૈજ્ઞાનિક વિષ્ણુ નાર્લીકરનું નિધન (Dr.Jayant Narlikar Passes Away) થયું છે. તેઓ જાણીતા ખગોળશાસ્ત્રી અને વિજ્ઞાન સંચારક રહ્યા હતા. તેઓશ્રીને તેમની આ અણમોલ સેવા બદલ ૧૯૬૫માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમને પદ્મ વિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૧માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમને રાજ્યના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણથી પણ સત્કાર મળ્યો હતો.

ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકરે આજે મંગળવારે પુણેમાં અંતિમ શ્વાસ (Dr.Jayant Narlikar Passes Away) લીધા. તેઓએ ૮૬ વર્ષની વયે અંતિમ શ્વાસ લઈ આ ફાની દુનિયામાંથી વિદાય લીધી છે. તમને જણાવી દઈએ કે ભારતીય વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર ડૉ. નાર્લીકરનું નામ ખાસ તો ખગોળ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના તેમના પ્રયાસો અને દેશમાં અગ્રણી સંશોધન સંસ્થાઓની સ્થાપના માટે જાણીતું હતું. 

દેવેન્દ્ર ફડણવીસે અને શરદ પવારે પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

તેઓએ ૧૧ જૂન,  ૧૯૬૪ના રોજ ગુરુત્વાકર્ષણ સંબંધનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમણે માત્ર ૨૬ વર્ષની ઉંમરે આ સિદ્ધાંત રજૂ કર્યો હતો. આનાથી બ્રહ્માંડની રચનાના રહસ્યમાં સંશોધનને વધુ વેગ મળ્યો હતો એમ ચોક્કસથી કહી શકાય.

પ્રાપ્ત માહિતી અનુસાર જયંત નાર્લીકરની હાલમાં જ પુણેની એક હોસ્પિટલમાં હિપ સર્જરી થઈ હતી.  તેઓના પરિવારની વાત કરીએ તો તેઓને ત્રણ દીકરીઓ છે. તેમનો જન્મ ૧૯ જુલાઈ,  ૧૯૩૮ના રોજ કોલ્હાપુરમાં થયો હતો. તેમના પિતા વિષ્ણુ નાર્લીકર પણ એક જાણીતા ગણિતશાસ્ત્રી હતા અને વારાણસીમાં હિન્દુ યુનિવર્સિટીના ગણિત વિભાગના વડા હતા. નાર્લીકરે વારાણસીમાં પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેમણે ૧૯૫૭માં વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી. આ પરીક્ષામાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું. 

ત્યારબાદ તેઓ ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજમાં પણ ગયા હતા.  ટાંને જણાવી દઈએ કે તેમણે મેથેમેટિકલ ટ્રિપોસમાં રેંગલર અને ટાયસન મેડલ પણ જીત્યા હતા. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ભારત પાછા આવીને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (૧૯૭૨-૧૯૮૯)માં જોડાયા હતા. જ્યાં તેઓના નેતૃત્વ હેઠળ સૈદ્ધાંતિક ખગોળ ભૌતિકશાસ્ત્ર ગ્રુપને પીઠબળ મળ્યું અને નવા સંશોધનો થયા. 

Dr.Jayant Narlikar Passes Away: વર્ષ ૧૯૮૮માં યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) દ્વારા તેઓને ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA)ની સ્થાપના માટે તેના સ્થાપક ડિરેક્ટર તરીકે આમંત્રણ મળ્યું હતું. જે વર્ષ ૨૦૦૩માં રિટાયરમેન્ટ સુધી તેઓએ IUCAAના ડિરેક્ટરનું પદ સંભાળ્યું હતું. એટલું ચોક્કસ અને ગર્વ સાથે કહી શકાય કે તેઓના નેતૃત્વ હેઠળ IUCAA એ ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે એક અગ્રણી કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા મેળવી.

Dr.Jayant Narlikar Passes Away: વિશ્વમાં એક મહાન ખગોળશાસ્ત્રી તરીકે તેઓની ગણના થતી હતી. આ સાથે જ તમને જાણવું ગમશે કે ડૉ. નાર્લીકરે તો અનેક વિજ્ઞાન કથાઓનું પણ સર્જન કર્યું હતું. પોતાનાં પુસ્તકો,  લેખો અને રેડિયો/ટીવી કાર્યક્રમો દ્વારા સમગ્ર વિશ્વ સુધી તેઓએ વિજ્ઞાન જેવા જટિલ વિષયને સરળતાથી પહોંચાડ્યું.

mumbai news mumbai tata institute of social sciences pune news pune celebrity death maharashtra news maharashtra