Mumbai: યુરોપ, ચીનથી આવતા મુસાફરો માટે એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ ફરજીયાત

01 September, 2021 07:54 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોના મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પેસેન્ઝર્સને લઈ બીએમસીએ એક પરીપત્ર જાહેર કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પેસેન્ઝર્સને લઈ બીએમસીએ એક પરીપત્ર જાહેર કર્યો છે.  યુકે, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વેથી આવતાં મુસાફરો માટે હવે એરપોર્ટ પર રિપોર્ટ કરાવવો ફરજીયાત છે. મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA)પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ ફરજિયાતપણે એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ કરાવવો પડશે.

બીએમસીએ પરીપત્રમાં જણાવ્યું કે કોરોનાના નવા નવા વેરિઅન્ટ સામે આવી રહ્યાં છે, જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટેનો આ નવો નિયમ 3 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે. અગાઉના પરિપત્રો મુજબ આપવામાં આવેલી છૂટ હવે લાગુ પડશે નહીં, તેમ પરિપત્રએ જણાવ્યુ છે.

અન્ય મુસાફરો કે જેમણે એરપોર્ટમાંથી બહાર નીકળવાની જરૂર હોય અથવા કનેક્ટિંગ ફ્લાઇટ હોય તેઓએ મુસાફરીના 72 કલાકની અંદર હાથ ધરવામાં આવેલા તેમના નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ આપવાની રહેશે. 3 સપ્ટેમ્બરથી એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ કરાવવો આ મુસાફરો માટે ફરજિયાત રહેશે નહીં.

mumbai mumbai news mumbai airport coronavirus