Sakinaka Rape Case : ૧૮ દિવસમાં ફાઈલ કરી ૩૪૬ પાનાની ચાર્જશીટ

29 September, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજને આધારે મુખ્ય આરોપી મોહમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે

પ્રતીકાત્મક તસવીર

સાકીનાકા નિર્ભયા કેસમાં ઝોન ૧૦ પોલીસે ડિંડોશી સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઘટનાના ૧૮ દિવસમાં જ પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી છે. આ ચાર્જશીટ ૩૪૬ પાનાની છે. ૩૪૬ પાનાની આ ચાર્જશીટમાં ૭૭ સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. આરોપી વિરુદ્ધ હત્યા, બળાત્કાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસની તપાસ એસીપી જ્યોત્સના રાસમ કરી રહ્યાં છે.

સરકારે સાકીનાકા નિર્ભયા કેસ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા સાથે એક મહિનાની અંદર ચાર્જશીટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ૯ સપ્ટેમ્બરે મોડી રાત્રે લગભગ ૨.૪૫ વાગ્યાની આસપાસ સાકીનાકા ખૈરાણી રોડ નજીક એક ટેમ્પોમાં ૪૫ વર્ષના શખ્સે ૩૨ વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડના સળિયાથી માર માર્યો હતો.

આરોપીનું કહેવું છે કે, તે મહિલાથી નારાજ હતો કારણકે તે ૨૫ દિવસથી તેની શોધમાં હતો અને નિષ્ફળ રહ્યો હતો. ચાર્જશીટ મુજબ, જ્યારે તેણે ૨૫ દિવસ પછી ૯ સપ્ટેમ્બરની રાત્રે મહિલાને જોઈ ત્યારે તેણે ગુસ્સામાં તેના પર હુમલો કર્યો હતો. તેને સળિયા દ્વારા માર માર્યો હતો. તેણે ગુપ્તાંગમાં સળિતો એટલો જોરથી નાખ્યો હતો કે આંતરડા બહાર આવી ગયા હતા.

૧૦ સપ્ટેમ્બરના રોજ સવારે ૩.૩૦ વાગ્યાની આસપાસ એક સ્થાનિક ચોકીદારે મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો.ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પીડિતાને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં બીજા દિવસે બપોરે બાર વાગે તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મહિલા એસીપી રાસમના નેતૃત્વમાં સ્પેશ્યલ ઇનવેસ્ટિંગ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, ૭૭ પાનાની ચાર્જશીટમાં કન્ટ્રોલ રૂમને બોલાવનાર ચોકીદારનું નિવેદન, આરોપી અને પીડિતાને એકસાથે જોનાર લોકો અને ડૉક્ટર સહિત મહત્વના સાક્ષીના નિવેદનો છે. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજને આધારે મુખ્ય આરોપી મોહમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

mumbai mumbai news sakinaka andheri Crime News mumbai crime news mumbai police