નૅશનલ પાર્કમાં નો એ‌ન્ટ્રી

20 August, 2025 11:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક પરિવાર, યુવાનોનું ગ્રુપ, દંપતીઓ વરસાદની મજા લેવા નૅશનલ પાર્ક આવ્યાં હતાં પણ તેમને બધાંને પાછાં કાઢવામાં આવ્યાં હતાં.

નૅશનલ પાર્કમાં નો એ‌ન્ટ્રી

સામાન્યપણે મૉન્સૂનમાં જે દિવસે વરસાદ હોય એ દિવસે બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં આવતા સહેલાણીઓની સંખ્યા બહુ વધી જતી હોય છે. મુંબઈગરાઓ અને બહારગામથી આવેલા લોકો પણ ત્યાંના જંગલના માહોલ અને સાથે જ ધસમસતી દહિસર નદી જોવા અને ખાસ તો કાન્હેરી ગુફાના ઉપરવાસમાં જઈ વરસાદનો આનંદ લેતા હોય છે. કાન્હેરીના ધોધમાં નહાવાની મજા લેતા હોય છે. જોકે ગઈ કાલે સાવચેતી દાખવી કોઈ દુર્ઘટના  ન થાય એ માટે સહેલાણીઓને એન્ટ્રી જ આપવામાં આવી નહોતી. અનેક પરિવાર, યુવાનોનું ગ્રુપ, દંપતીઓ વરસાદની મજા લેવા નૅશનલ પાર્ક આવ્યાં હતાં પણ તેમને બધાંને પાછાં કાઢવામાં આવ્યાં હતાં.

sanjay gandhi national park national park mumbai rains news mumbai mumbai news monsoon news mumbai monsoon mumbai weather Weather Update borivali travel travel news