કોણ બનશે પીએમ મોદીનો ઉત્તરાધિકારી? સંજય રાઉતનો મોટો દાવો, RSS સાથે જોડ્યા તાર

01 April, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદી નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેનારા બીજા વડાપ્રધાન છે. આરએસએસના એક પદાધિકારીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2000માં પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીંની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે RSS પ્રમુખ મોહન ભાગવત (ફાઈલ તસવીર)

પીએમ મોદી નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેનારા બીજા વડાપ્રધાન છે. આરએસએસના એક પદાધિકારીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2000માં પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીંની મુલાકાત લીધી હતી.

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો ઉત્તરાધિકારી મહારાષ્ટ્રમાંથી બનવા જઈ રહ્યો છે. તેમણે પીએમના RSS એટલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલય સુધી પહોંચવાના તાર પણ આ ચર્ચાઓ સાથે જોડ્યા છે. જો કે, આને લઈને ભારતીય જનતા પાર્ટી અથવા સંઘ તરફથી અધિકારિક રીતે કંઈ પણ કહેવામાં આવ્યું નથી.

સંજય રાઉતે દાવો કર્યો છે કે નાગપુરમાં પીએમ મોદીના ઉત્તરાધિકારીને લઈને ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકાીની પસંદગી આરએસએસ કરશે. એટલે જ નરેન્દ્ર મોદીને નાગપુર બોલાવવામાં આવ્યા હતા, જેથી બંધ બારણે થયેલી બેઠકમાં આ વાત પર ચર્ચા થઈ શકે."

RSS હેડ ઑફિસમાં જનારા બીજા પીએમ બન્યા નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગપુરમાં આરએસએસ મુખ્ય કાર્યાલયની મુલાકાત લેનારા બીજા વડાપ્રધાન છે. આરએસએસના એક પદાધિકારીએ જણાવ્યું કે અટલ બિહારી વાજપેયીએ વર્ષ 200માં પોતાના ત્રીજા કાર્યકાળ દરમિયાન અહીંની મુલાકાત લીધી હતી. આ નરેન્દ્ર મોદીનો પણ આ પદે ત્રીજો કાર્યકાળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં પોતાના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સવારે આરએસએસના મુખ્ય કાર્યાલયમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી અને સંઘના સંસ્થાપકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ભાજપનો નિયમ
કહેવામાં આવી રહ્યું છે કે ભાજપમાં 75 વર્ષની ઉંમરથી વધારેની વયે પહોંચ્યા બાદ નેતા રિટાયર થઈ જાય છે. હવે ખાસ વાત એ છે કે પીએમ મોદીની ઉંમર 74 વર્ષની થઈ ગઈ છે. 17 સપ્ટેમ્બર 2025માં તેઓ 75 વર્ષના થઈ જશે. હાલ, આને લઈને ઑફિશિયલી કંઈ પણ કહેવામાં આવ્યું નથઈ કે પીએમ મોદી રિટાયર થશે કે નહીં.

સુષ્મા સ્વરાજ રાષ્ટ્રપતિ કેમ ન બન્યા?
અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રમુખ પદ માટે ઘણા નામો ચર્ચામાં આવ્યા છે, પરંતુ જે નામ સંઘને સ્વીકાર્ય હશે તે જ નામ હશે. તેઓ ભાજપના નવા પ્રમુખ બનશે. દાયકાઓથી RSS ને જાણતા એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભાજપના ટોચના નેતાઓમાંના એક સુષમા સ્વરાજને મહિલા હોવાને કારણે રાષ્ટ્રપતિ બનાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું નામ દરેક વખતે પડતું મૂકવામાં આવ્યું કારણ કે તેઓ RSS પૃષ્ઠભૂમિમાંથી નહોતા પરંતુ સમાજવાદી પૃષ્ઠભૂમિમાંથી આવ્યા હતા. હવે પીએમ મોદીની મુલાકાત પછી, એ રસપ્રદ બન્યું છે કે નાગપુર દ્વારા નવા રાષ્ટ્રપતિના કયા નામને મંજૂરી આપવામાં આવશે?

mumbai news nagpur rashtriya swayamsevak sangh narendra modi sanjay raut shiv sena mumbai bharatiya janata party national news