PM Modi Health: વડા પ્રધાન મોદીની હેલ્થ સારી નથી, થાકી ગયા છે- કયા નેતાએ કર્યો આવો દાવો!

26 August, 2026 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

PM Modi Health: મિડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે જણાવ્યુ કે વડા પ્રધાન શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવું લાગી રહ્યું છે અને હવે તેમણે રાષ્ટ્રહિતમાં દેશનું નેતૃત્વ ત્યજી દેવું જોઈએ.

નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

અવારનવાર ઉદ્ધવસેનાના સિનિયર નેતા સંજય રાઉત વડા પ્રધાન અને સરકાર પર પ્રહારો કરતા હોય છે, હવે ફરી એકવાર તેઓએ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઇને એક એવું નિવેદન આપ્યું છે, જેણે રાજકારણમાં વિવિધ ચર્ચાઓ જગવી છે. સંજય રાઉતે વડા નરેન્દ્રની હેલ્થ (PM Modi Health) લઇને અજીબોગરીબ નિવેદન આપ્યું છે. અને દેશના નેતૃત્વને લઈને અત્યંત વિવાદાસ્પદ અને ગંભીર દાવો પણ કર્યો છે. મિડિયા સાથેની વાતચીતમાં સંજય રાઉતે જણાવ્યુ કે વડા પ્રધાન શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ હોય એવું લાગી રહ્યું છે અને હવે તેમણે રાષ્ટ્રહિતમાં દેશનું નેતૃત્વ ત્યજી દેવું જોઈએ.

નહેરુની જેમ મોદી પણ થાકી ગયા છે: સંજય રાઉત

ઉદ્ધવસેનાના નેતા સંજય રાઉતે એવો પણ દાવો કર્યો છે કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી હાલમાં બીમાર હોય તેવું લાગી રહ્યું છે. તેમના બોલવા-ચાલવા પરથી જ સમજાઈ જાય છે કે તેઓ હવે થાકી ગયા છે. ભારતના પહેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ પોતાના અંતિમ દિવસોમાં એકદમ થાકી ગયા હતા, કંઇક એ રીતે જ નરેન્દ્ર મોદી પણ થાક્યા હોય એવું જણાય છે. અને ભાજપના જ કેટલાક લોકો આ વાત સ્વીકારી રહ્યા છે. જ્યારે શરીર (PM Modi Health) સાથ ન આપતું હોય ત્યારે સત્તાની ખુરશી પર બેસી રહેવું રાષ્ટ્રહિતમાં નથી. વડા પ્રધાન મોદી અને હૉમમિનિસ્ટર અમિત શાહે સત્તા ત્યજીને હવે ફક્ત એક માર્ગદર્શકની ભૂમિકા સ્વીકારી લેવી જોઈએ."

રિપોર્ટ્સ અનુસાર સંજય રાઉતે વડા પ્રધાનની દિનચર્યા ઉપર પણ કટાક્ષ કર્યો છે. તેઓ જણાવે છે કે વડા પ્રધાનની ઊંઘ ઓછી થઇ જવી કે પૂરતી ઊંઘ ન લઇ શકવી એ કોઈ ગર્વની વાત નથી, પરંતુ આ તો મોટી બીમારી અથવા માનસિક તણાવનું લક્ષણ છે. આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલા નેતાઓ જ આવી આ પ્રકારની મનોસ્થિતિનો સામનો કરતાં હોય છે.

સંજય રાઉતે કેન્દ્ર સરકાર પર પણ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે કેન્દ્રીય મંત્રીમંડળના નવ્વાણુ ટકા મંત્રીઓ અક્ષમ છે. શિવરાજ સિંહ ચૌહાણ અને નિતિન ગડકરી જેવા એક-બે અગ્રણી નેતાઓને (PM Modi Health) બાદ કરતાં આખું મંત્રીમંડળ `રામ ભરોસે` ચાલી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહની છબી એટલી ખરડાઇ ગઈ છે કે તેઓ ગૃહમંત્રી તરીકે નહીં પરંતુ વર્દીધારી ગુંડાઓની ટોળી ચલાવતા હોય તેમ લાગે છે. જ્યાં સુધી અમિત શાહને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી મંત્રીમંડળના ફેરફારનો કોઈ અર્થ રહેતો નથી.

રાહુલ ગાંધીનાં બે મોઢે વખાણ

એક તરફ સંજય રાઉતે નરેન્દ્ર મોદી (PM Modi Health) સહિત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તો બીજી તરફ તેઓએ બે મોઢે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના વખાણ પણ કર્યા છે. તેઓએ જણાવ્યું કે, "રાહુલ ગાંધીએ સરકારની નિષ્ફળતાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરીને સરકાર પર ભારે દબાણ બનાવ્યું છે. મોદી સત્તામાં છે એટલે નેતા છે, જ્યારે રાહુલ ગાંધી સત્તા વગર પણ દેશના નિર્વિવાદ નેતા તરીકે ઊભરી આવ્યા છે.

 

mumbai news mumbai narendra modi indian government sanjay raut uddhav thackeray shiv sena amit shah jawaharlal nehru indian politics political news rahul gandhi