સિનિયર IPS ઑફિસર સદાનંદ દાતેએ રાજ્યના પોલીસ વડાનો ચાર્જ લીધો

04 January, 2026 07:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજી બાજુ નિવૃત્ત થતાં DGP ર​શ્મિ શુક્લાને પણ પરંપરાગત રીતે માનભરી વિદાય આપવામાં આવી હતી અને સિનિયર ઑફિસર્સે તેમની ગાડીને દોરીથી ખેંચી હતી. 

ગઈ કાલે સવારે નાયગાંવના પોલીસ ગ્રાઉન્ડમાં નિવૃત્ત થયેલાં DGP રશ્મિ શુક્લાને માનભેર પરંપરાગત વિદાય આપવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે DGPનો કાર્યભાર તેમના અનુગામી સદાનંદ દાતેને સોંપ્યો હતો.

સિનિયર IPS ઑફિસર સદાનંદ દાતેએ ગઈ કાલે રાજ્યના પોલીસ વડાનો એટલે કે ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. ૨૬/૧૧ના હુમલા વખતે સદાનંદ દાતે મુંબઈના સેન્ટ્રલ રીજનના ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ હતા. તેમણે બહુ જ બાહોશીભરી કાર્યવાહી નિભાવી હતી અને અન્ય એજન્સીઓ સાથે મળીને આતંકવાદીઓનો ખાતમો કર્યો હતો. સદાનંદ દાતેએ ગઈ કાલે રાજ્યનાં પહેલાં મહિલા ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ ર​​શ્મિ શુક્લા પાસેથી આ ચાર્જ લીધો હતો. ર​​શ્મિ શુક્લા ૩૧ ડિસેમ્બરે બે વર્ષના એક્સ્ટેન્શન બાદ નિવૃત્ત થયાં હતાં. સદાનંદ દાતે આ પહેલાં કેન્દ્ર સરકાર હેઠળની નૅશનલ ઇન્વે​સ્ટિગેશન એજન્સીના ડિરેક્ટર જનરલના પદે હતા. બીજી બાજુ નિવૃત્ત થતાં DGP ર​શ્મિ શુક્લાને પણ પરંપરાગત રીતે માનભરી વિદાય આપવામાં આવી હતી અને સિનિયર ઑફિસર્સે તેમની ગાડીને દોરીથી ખેંચી હતી. 

mumbai news mumbai maharashtra government maharashtra 26 11 attacks mumbai police