`અંડા` સેલમાં રાખવામાં આવ્યો, 15 દિવસ તડકા માટે તરસ્યો:રાઉતે જણાવી પોતાની આપવીતી

18 November, 2022 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાઉતે કહ્યું કે તેમને `અંડા સેલ`માં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને 15 દિવસ સુધી તો તડકો જોવો પણ નસીબ નહોતો. રાઉતે કહ્યું કે આને કારણે તેમને આંખની સમસ્યા થઈ ગઈ.

ફાઈલ તસવીર

શિવસેનાના (Shiv Sena Uddhav Thackeray) ઉદ્ધવ ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રીના સૌથી નજીકના સહયોગીઓમાંના એક સંજય રાઉતે (Sanjay Raut) આજે જણાવ્યું કે જેલમાં રહવા દરમિયાન તેમનું વજન 10 કિલો (Lost almost 10kg Weight) જેટલું ઘટી ગયું છે. મની લૉન્ડ્રિંગ કેસમાં (Money Laundering Case) એક વિશેષ અદાલત દ્વારા જામીન આપ્યાના થોડાક દિવસ બાદ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા, રાઉતે કહ્યું કે તેમને `અંડા સેલ`માં રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમને 15 દિવસ સુધી તો તડકો જોવો પણ નસીબ નહોતો. રાઉતે કહ્યું કે આને કારણે તેમને આંખની સમસ્યા થઈ ગઈ.

પોતાને `યુદ્ધ બંદી` કહેતા, રાઉતે દાવો કર્યો કે જો તે તેમની (ભાજપ) સામે આત્મસમર્પણ કરી દે અથવા `મૂક દર્શક બની રહ્યા હોત` તો તેમની ધરપકડ ન થઈ હોત.

રાઉતે કહ્યું, "હું મને પોતાને યુદ્ધ બંદી કહું છું, કારણકે સરકાર વિચારે છે તે અમે તેમની સાથે યુદ્ધમાં છીએ. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને જેલમાં જોયા, ત્યાં તેમનું સ્વાસ્થ્ય સારું નથી. અનિલ દેશમુખ સત્તાનો દુરુપયોગ અને કહેવાતા કરપ્શન કેસમાં જેલમાં બંધ છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે શું સરકાર તે લોકોની જ ધરપકડ કરશે જે વિપક્ષમાં છે.

સંજય રાઉતે ઠાકરે પરિવારનો આભાર માનતા કહ્યું કે, "હું જે કંઈ પણ છું, બાળાસાહેબ ઠાકરે અને ઠાકરે પરિવારને કારણે છું." ઉદ્ધવ ઠાકરેને છોડીને પાર્ટીના બળવાખોર અને હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથમાં સામેલ થનારા નેતાઓ વિશે તેમણે કહ્યું, "જે લોકો પાર્ટી છોડવા માગે છે, તે જઈ શકે છે, તે જીવીત રહેશે અને વધતાં રહેશે." તેમણે દાવો કર્યો છે કે રાજ્યના લોકો તેમની પાર્ટીની સાથે છે અને માત્ર વિધેયક અને તેના જ પોતાના ફાયદા માટે જઈ રહ્યા છે.

આ પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમાં સચિન વાઝેને મળ્યા જામીન છતાં આ કારણે રહેવું પડશે જેલમાં, જાણો વિગત

તેમણે કહ્યું, "જે લોકો ચાલ્યા ગયા છે, તેમને અન્ય કોઈક નિયંત્રિત કરી રહ્યું છે...મહારાષ્ટ્રમાં માત્ર એક શિવસેના છે." તેમણે આરોપ મૂક્યો છે કે કેટલાક લોકોએ શિવસેનાને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો. જો બીજેપી અંધેરી ઇસ્ટની પેટા ચૂંટણી લડી હોત તો, અમે તેમને એક લાખથી વધારેના મતના અંતરથી જીત્યા હોત.

Mumbai mumbai news sanjay raut maharashtra shiv sena uddhav thackeray